logo-img
Rahul Gandhi Will Visit Gujarat Again

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત પ્રવાસે : ગુજરાતમાં વધ્યા આટા-ફેરા, કોંગ્રેસને ફળશે પ્રશિક્ષણ શિબિર?

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત પ્રવાસે
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 03:11 PM IST

ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ થઈ છે ત્યારે રાહુલ ગાંધીના પણ આંટાફેરા વધ્યા છે. કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન' અંતર્ગત ગુજરાત કોંગ્રેસના શહેર - જિલ્લા પ્રમુખઓ માટે જુનાગઢ ખાતે 10 સપ્ટેમ્બર, 2025થી 19 સપ્ટેમ્બર, 2025 સુધીના પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. જેમાં 18 સપ્ટેમ્બર હાજર રહેવા માટે રાહુલ ગાંધી ગુજરાત આવશે.

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે

18 સપ્ટેમ્બર 2025 ગુરુવારના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી તેમજ કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ, મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસ અગ્રણીઓ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે.

કોંગ્રેસને ફળશે પ્રશિક્ષણ શિબિર?

ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ વચ્ચે કોંગ્રેસ માટે સ્થિતિ ઘણી પડકારજનક છે. એટલે રાહુલ ગાંધીના વધતા પ્રવાસો અને પ્રશિક્ષણ શિબિરોને પાર્ટીની નવી રણનીતિ મળી પણ શકે. જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ લોકો વચ્ચે વિશ્વાસ ઉભું કરી શકે, બૂથ લેવલ પર કાર્યકર્તાઓને એકજૂટ કરી શકે, તો આ શિબિરો લાંબા ગાળે લાભદાયી બની શકે છે. અત્યાર સુધીની રાજકીય હલચલ અને રાહુલ ગાંધીના આટા-ફેરા જોતા લાગી શકે છે કે કોંગ્રેસ હાલ આળસ મરોડીને નવી ઊર્જા સાથે મેદાનમાં જવાની તૈયારીમાં છે. હવે જોવાનું એ રહેશે કે શું આ પ્રયાસો માત્ર શિબિર સુધી સીમિત રહે છે કે વાસ્તવમાં ચૂંટણીમાં મતરૂપાંતર જોવા મળશે.

રાહુલ ગાંધીના ગુજરાતમાં વધ્યા આટા-ફેરા

7 અને 8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો

8 અને 9 એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી

15 અને 16 એપ્રિલ અમદાવાદ અને મોડાસા - સગંઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.

12 સપ્ટેમ્બર 2025 -જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર

18 સપ્ટેમ્બર 2025 - કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now