દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે નવજાત શિશુ માટે શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના. તો ચાલો આ યોજના વિશે જાણીએ...
કોને લાભ મળે
નવજાત શિશુથી 18 વર્ષના તમામ બાળકો.
શું લાભ મળે?
આરોગ્ય તપાસ અને સારવાર
સંદર્ભ સેવા
વિનામૂલ્યે ચશ્માં વિતરણ
હૃદય, કીડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ સહિતની સારવાર.
કીડની, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઈમ્પ્લાન્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને કબલકૂટની સારવાર.
કપાયેલા હોંઠ, તાળવું (ક્લેફ્ટ લીપ/પેલેટ), ક્લબકૂટ, જન્મજાત બધિરતા જેવી જન્મજાત ખામીઓની સારવાર.
જુવેનાઈલ ડાયાબીટીસ અને વાઈની બીમારીઓનો પણ સમાવેશ.
માનસિક આરોગ્ય (મેન્ટલ હેલ્થ) નો સમાવેશ.
ક્યાં થી લાભ મળે?
આ યોજનાનો લાભ તમામ સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલમાંથી મળે છે.
લાભ મેળવવાની પદ્ધતિ
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./ હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભ કાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવે છે. હૃદય, કીડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યની માન્ય હોસ્પીટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.