મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને તીર્થધામ બેચર-બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સત્તાવાર પત્ર બહાર પાડીને આ જાહેરાત કરી છે.
બેચર-બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે મહેસાણા જિલ્લામાં આવેલા બેચર-બહુચરાજી ગામને નગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પગલું ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ હેઠળ લેવામાં આવ્યું છે. ખાસ એ છે કે, આ વિસ્તારમાં યાત્રાધામ બહુચરાજી મંદિર હોવાની સાથે સુઝુકી જેવા ઓટોમોબાઇલ કંપનીઓનો હબ પણ ગણાય છે, ત્યારે આ વિસ્તારને વધુ વિકાસનો માર્ગ મોકળો થશે. આ ઔદ્યોગિકીકરણના કારણે આસપાસના વિસ્તારમાં વસ્તી અને આર્થિક ગતિવિધિઓ વધી છે.
'બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (BADA)'ની રચના કરી હતી
આપને જણાવીએ કે, યાત્રાધામના ધ્યાનમાં રાખીને સુનિયોજિત વિકાસ માટે રાજ્ય સરકારે ઓક્ટોબર 2023માં 'બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (BADA)'ની રચના કરી હતી. જો કે, બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને લઈ બહુચરાજીના લોકોમાં ખુશી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે