દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજનો દિવસ સમગ્ર દેશમાં વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં "માનવતાનો મહાદિન" તરીકે અનેક મોટા સ્તરના કાર્યક્રમો યોજાયા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “નરેન્દ્ર મોદી એક અલગ જ વ્યક્તિ છે. આજે એવો ઇતિહાસ રચાશે જે કદાચ દેશે પહેલાં ક્યારેય જોયો નહીં હોય.”
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
તેમણે કહ્યું કે, ''ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આજે મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે એક વિશાળ અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ અભિયાન માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો સંકલ્પ લીધો છે. આ અભિયાન 17 ઓક્ટોબર શરૂ થશે અને રાજ્યભરમાં મેદસ્વિતાથી પીડાતા 7500થી વધુ લોકોને રાહત આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે''.
''7500થી વધુ સ્થળોએ મેડિકલ કેમ્પો યોજાયા''
મંત્રીએ વધુમાં કહ્યું કે, ''ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ અભિયાન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ગામડાઓ અને શહેરોમાં આ અભિયાન અંતર્ગત યોગ કેમ્પો, આયુર્વેદિક આહાર અંગે જાગૃતિ કેમ્પો તેમજ મેડિકલ ચકાસણી કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે રાજ્યભરમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં પણ ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા. એક સાથે 7500થી વધુ સ્થળોએ મેડિકલ કેમ્પો યોજાયા, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર થયું છે. પ્રથમ વખત કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કેમ્પો યોજાયા. વહેલી સવારથી સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો છે”
''આજનો દિવસ એવા ઇતિહાસ સર્જવાની સાક્ષી રહેશે જે...''
મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, “આજનો દિવસ એવા ઇતિહાસ સર્જવાની સાક્ષી રહેશે, જે દેશના લોકોના જીવનમાં ખુશી લાવશે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લાખો સંસ્થાઓએ મળીને માનવતાનું કાર્ય કર્યું છે. નાના, મધ્યમ અને વડીલ તમામ માટે આ એક આનંદદાયક દિવસ રહશે, આભારપ્રદ રીતે સમગ્ર કાર્યક્રમોમાં યોગ, આયુર્વેદ, મેડિકલ, બ્લડ ડોનેશન સહિતના વિવિધ આયોજનોનું સુંદર સંકલન જોવા મળ્યું. સમગ્ર રાજ્ય અને દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને માનવતાના પવિત્ર ઉત્સવ તરીકે ઉજવી એક નવો ઈતિહાસ રચ્યો છે''.