સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલ, જે પાણીવાળી હોટલ તરીકે પણ જાણીતી છે, જ્યાં જમવા ગયેલા એક પરિવાર માટે દુખદ ઘટના બની છે. વિજયભાઈ પોતાના પત્ની અને દોઢ વર્ષના બાળક સાથે હોટલમાં જમવા માટે ગયા હતા. જ્યાં બાળક રમતા રમતા પાણીમાં પડી જતા મોત થયું છે.
પાણીમાં ડૂબી જવાથી મોત
આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ હતી કે, બાળક પાણીમાં પડ્યાં પછી લગભગ 15 મિનિટ સુધી કોઈએ જોયો ન હતો અને જેના પગલે પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાના પગલે માતા-પિતા સહિત પરિવારમાં શોકની લહેર ફેલાઈ છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પાલ પોલીસએ ઘટનાને ગંભીરતાથી લેતાં આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પૂછપરછ અને તપાસ થકી જાણવા મળશે કે હોટલ તરફથી સલામતીના યોગ્ય લેવાયા છે કે કેમ? આ દુર્ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ છે.