લસકાણામાં કચરાના ઢગલામાંથી માથું અને બંધ મકાનમાંથી ધડ મળી આવવાના મામલામાં મોટું અપડેટ આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિને આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. હત્યા કરનાર ગુનેગારની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનામાં મિત્રએ જ મિત્ર ની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. બંને મિત્રો બિહારના વાતની હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત જિલ્લામાં આવેલી GIDC વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે. પકડાયેલ શકાસ્પદ વ્યક્તિની ઉલટ તપાસ પણ કરવામાં આવી રહી છે. જોકે હત્યાનું કરણ હજુ સુધી અકબંધ છે.
શું હતો મામલો
સુરતના લસકાણા વિસ્તારના એક રોડની સાઈડ પર કોઇક અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સમગ્ર વિસ્તારમાં આશ્ચર્યનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માથું મળ્યાના ઘટનાસ્થળથી થોડે દુર એક રૂમમાંથી ધડ મળી આવ્યું હતું.