Narendra Modi Stadium Blood Donation Camp: 17 સપ્ટેમ્બર 2025ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે. જેમના જન્મદિવસે ગુજરાત સહિત દેશ ભરમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. સાથો સાથ ભઆજપ દ્વારા સેવા સપ્તાહ તરીકે પણ ઉજવણી કરવાની છે. PM મોદીના 75મા જન્મદિવસે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને તેમની સાથે અલગ અલગ 50 સંસ્થાના સહયોગથી રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત અમદાવાદના મોટેરા - નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 5 લાખ યુનિટ એકત્ર કરાશે
રકોર્ડ સર્જાશે 'રક્ત'નો!
ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ કરાવામાં આવશે. આ કેમ્પ સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક યોજાશે. જે માટે માટેના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાંચથી સાત હજાર જેટલા લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાનો પણ આયોજન કર્તાએ દાવો કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભવો પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે તેને ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને જ્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે તેના સુધી આ બ્લડ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આપની જાણકારી હેતુ જણાવીએ કે, ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો સહભાગી થશે.
મધ્યપ્રદેશથી PM વર્ચ્યુઅલી કેમ્પમાં જોડાશે
17 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન મધ્યપ્રદેશ પ્રવાસે હશે, ત્યાર તેઓ ત્યાંથી વર્ચ્યુઅલી કેમ્પમાં જોડાશે. જેમાં 5 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. જેના માટેના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.