Breaking News: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ને વધુ વણસી રહી છે. જેમાં હાઈકોર્ટ જેવા પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાનની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો હાઈકોર્ટને ઇ-મેલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી. હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
