Koli society love marriage: પાટીદાર સમાજ દ્વારા પ્રેમલગ્નના કાયદામાં સુધારાની કરી રહેલી માંગને હવે કોળી સમાજનું પણ સમર્થન મળ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ પાટીદાર સમાજની માંગને સંપૂર્ણ વાજબી ગણાવીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
''...એ માત્ર તેમની નહીં પરંતુ કોળી સમાજની પણ માંગ છે''
પ્રવિણભાઈ કોળીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, "પ્રેમલગ્નના કાયદામાં જે બદલાવ પાટીદાર સમાજે માંગે છે, એ માત્ર તેમની નહીં પરંતુ કોળી સમાજની પણ માંગ છે." તેમણે વધુમાં કહ્યું કે, "પાટીદાર સમાજ જે લડાઈ લડી રહ્યો છે, તેમાં કોળી સમાજ સંપૂર્ણપણે તેમના સાથે છે અને આ મુદ્દે એકતા જરૂરી છે." આ મુદ્દે પ્રવિણભાઈ કોળીએ પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે.
''અમે ખભાથી ખભો મલાવી તમારી સાથે છીએ''
તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે, ''સમસ્ત કોળી સમાજ વતી એક વાત મૂકી રહ્યો છું કે, જસદણમાં તાજેતરરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર આગળ માંગ હતી કે, આપણા દીકરી-દીકરા ભાગી જાય છે તેની સામે કાયદો અને કાનૂન બંને. જે મામલે મહેસાણામાં અને જસદણમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આવતા દિવસોમાં બોટાદમાં પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર સમાજના આગેવાનોને કહેવા માગું છું કે, કોળી સમાજ તમારી સાથે છે, આ બાબતે અમે ખભાથી ખભો મલાવી તમારી સાથે છીએ''