કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. જેમણે અમદાવાદમાં નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ''આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે, બે વર્લ્ડ ક્લાસ પ્રતિયોગિતા યોજાઈ ગઈ અને તેના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે આ સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે''.
''વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું કે...''
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે, સૌથી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. વર્ષ 1960થી ગ્રીન બેલ્ટ બનેલો હતો, ત્યારે પણ હું અહીંયા નારણપુરામાં રહેતો, આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તરીકે ઉદ્ધાર થયો નહીં. વર્ષ 2019 પછી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો અને કહ્યું મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ માટેની જગ્યા છે. બાદમાં મને વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો, ત્યારે આજે હું તમેનો ખાસ આભાર માનું છું'.
''અહીંયા કેટલીએ વાર મેચો રમી''
તેમણે કહ્યું કે, ''આજે હું દેશના વડાપ્રધાનનો આભાર માનું છું, કેમ કે, 21 એકર જમીન 1960થી ખાલી પડેલી હતી, તેમજ 1978માં મારા ગામથી અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો, આજ નારણપુરા વોર્ડમાં રહ્યો તેમજ અહીંયા કેટલીએ વાર સોસાયટી સોસાયટીની મેચો રમી દબાણ થયો પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઉદ્ધાર થયો ન હતો''.