સુરત શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જહાંગીપુરા વિસ્તારમાં આવેલી એક હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાનું ખુલ્યું છે. પોલીસે રેડ પાડી આ બાબતનો પર્દાફાશ કર્યો છે.
13 યુવતીઓ, 5 ગ્રાહક સહિત 4 સંચાલક ઝડપાયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હોટલના નામે ચાલતા આ બિનકાયદેસર ધંધામાં મોટી સંખ્યામાં યુવતીઓ અને યુવકો ઝડપાયા છે. રેડ દરમ્યાન કુલ 13 યુવતીઓ, 5 ગ્રાહકો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંચાલિત કરતા 4 સંચાલકોને પોલીસે ઝડપી લીધા છે.
હોટલના નામે થતું હતું આવું ખરાબ કામ!
જહાંગીપુરાની હદમાં આવેલી હોટલમાં 'ચામડી'નો ધંધો ચાલતો હતો. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘટના સ્થળેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હોટલના વ્યવસાયની આડમાં થતી આવી અસામાજિક પ્રવૃત્તિ સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.