ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાલતુ અને અન્ય મૃત પશુઓના સન્માનપૂર્ણ અને વૈજ્ઞાનિક નિકાલ માટે રાજ્યનું સૌપ્રથમ ગેસ આધારિત એનિમલ ક્રિમેટોરિયમનું ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેનાથી ગાંધીનગરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ કરવામાં સફળતા મળશે.
ટૂંક સમયમાં શરૂ થશે એનિમલ ક્રિમેટોરિયમ
મૃત પશુઓને ખુલ્લામાં દફનાવવા કે દહન કરવાથી ફેલાતી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યા અટકશેગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી મૃતપશુઓને ખુલ્લાં માં દફન કરવાથી ફેલાતી દુર્ગંધ, પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હવે અટકાવી શકાશે.
આ ક્રિમેટોરિયમની મુખ્ય ખાસિયતોમાં ગેસ પર આધારિત પ્રદૂષણ મુક્ત પ્રક્રિયા છે.મૃત પશુઓ, નાના શ્વાન-બીલાડીથી લઈને ગાય-ઘોડા જેવા મોટા પશુઓનો પણ સમાવેશ થાય છે.દહન પ્રક્રિયા પૂર્ણ થવામાં સામાન્ય રીતે ૪૫ મિનિટી ૨ કલાકનો સમય લાગે છે અને દહન પછી માત્ર પથી 10 ટકા જેટલી નિષ્ક્રિય રાખ બાકી રહે છે. નાગરિકોને તેમના પાલતુ પ્રાણીયોને સન્માન પૂર્વક અતિમ વિદાય આપવાની તક મળશે.