Amit Shah on Gujarat tour: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી જેઓ આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 824 કરોડના ખર્ચે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
અધિકારીઓ સાથે બેઠક યોજશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ ઔડા-ગુડાના અને સાણંદ, બાવળા, કલોલ સહિતની નગરપાલિકાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અને ગટર લાઈન સહિતની કામગીરીને લઈને બેઠક કરશે.
સરદારધામ કન્યા છાત્રાલય ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જ્યાં સરદારધામ કન્યા છાત્રાલયના અભિવાદન સમારોહમાં તેમજ ટ્રસ્ટીગણ અને યુવા ઉદ્યોગસાહસિકો સાથે તેઓ સંવાદ પણ સાંધશે.
અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભ કરાવ્યો
અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતથી હિન્દી દિવસ સમારોહ 2025 અને 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો