મહેસાણા જિલ્લાના મંડાલી ગામ નજીક આવેલી એક મશીનરી બનાવતી ફેક્ટરી, ફેબહિન્દ કંપનીમાં ગમખ્વાર દુર્ઘટના બની હતી. કંપનીમાં ક્રેન ચલાવવાની કામગીરી દરમિયાન કરંટ લાગતા 2 વ્યક્તિઓનાં કરુણ મોત થયા છે અને 6 લોકોને ઇજા પહોંચી છે.
વીજલાઇન સાથે ક્રેન અડી જતા મોત
ઘટના સમયે કર્મચારીઓ ક્રેન ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ક્રેન ચાલુ કરવાથી તે આગળ સરકી ગઈ હતી અને ક્રેનનું બૂમ (ક્રેનનો ઉપરનો ભાગ) નજીકથી પસાર થતી વીજ લાઇનને અડી ગયું હતું. વીજ લાઇનને અડતાં તુરંત હાઈ વોલ્ટેજ કરંટ સમગ્ર ક્રેનમાં ફેલાઈ ગયો હતો.
મહેસાણા ક્રેન વીજ લાઇનને અડી જતા 2 ના મોત, 6ને ઇજા
ક્રેન સાથે નજીક રહેલા કુલ 8 લોકોને કરંટ લાગ્યો હતો. દુઃખદ રીતે તેમના પૈકી 2 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતકોમાં ચોકીદાર અમિત આર્ય અને ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુનો સમાવેશ થાય છે. આ બંને ફેક્ટરીમાં નિયમિત કામગીરી કરતા કર્મચારીઓ હતા.
6 લોકો ઇજાગ્રસ્ત
6 લોકોને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું સારવારનું ચાલુ છે અને સ્થિતિ હાલ સ્થિર છે તેવી જાણકારી મળી રહી છે.




















