logo-img
Surendranagar Major Accident On Limbdi Ahmedabad Highway

Surendranagar: લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત : બાઈક ચાલકને અડફેટે લેતાં ઘટના સ્થળે 'બે' ના મોત

Surendranagar: લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત
Published by: Offbeat Team
| Last Updated: Sep 15, 2025, 07:12 AM IST

અમદાવાદમાં લીંબડી હાઇવે જાણે મોતનો હાઇવે બની ગયો છે. અઠવાડિયું થાય છે અને આ હાઇવે પર કોઈને કોઈ અકસ્માતમાં મોતના સમાચાર સામે આવે છે. ત્યારે રવિવારે ફરી આ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા વાહનની હડફેટે બે યુવકના મોત નીપજ્યા હતા.

ઘટના સ્થળે 'બે' ના મોત

અમદાવાદ-લીંબડી હાઇવે પર પાણશીણા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમા અજાણ્યા વાહને એક્ટિવા સવારને અડફેટે લીધા હતા. બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં તરત જ લીંબડી પોલીસમથકનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહનચાલકની પણ શોધ આદરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now