logo-img
Head Constable Caught Drunk In Vadodara

રક્ષક જ ભક્ષક! વડોદરામાં હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો : પોલીસકર્મીએ સોસાયટી લીધી માથે, વીડિયો થયો વાયરલ

રક્ષક જ ભક્ષક! વડોદરામાં હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો
Published by: Offbeat Team
| Last Updated: Sep 15, 2025, 08:52 AM IST

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં જ્યાં દારૂ પકડાય, વેચાય છે અને પીવાય છે તેવી અવાર નવાર ઘટના સામે આવે છે, સાથો સાથ સમયાતરે પોલીસકર્મીઓ જ નશાની હાલતમાં ઝડપાય છે. વડોદરામાં ફરી એકવાર પોલીસકર્મી નશાની હાલતમાં મળી આવ્યો છે, ત્યારે પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થયા છે.


વડોદરામાં ફરી દારૂડીયો પોલીસકર્મી ઝડપાયો

મોડી રાત્રે વડોદરા શહેરના ચાપાનેર પોલીસ ચોકી પાસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ નશાની હાલતમાં ઝડપાયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ તેઓ નાગરિકો સાથે દલીલ કરી અભદ્ર શબ્દો બોલતો હતો. જ્યાં ગંભીર પરિસ્થિતિ બનતાં લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. જે પણ સોસાયટીમાં ગાળાગાળી અને ઝઘડો કરતો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર શાખ બગડી રહી છે.


દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું નોંધાયું

ચાપાનેર પોલીસચોકી પાસે ગત રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન સિટી વાન મોબાઈલના ઓપરેટર અને ડ્રાઈવરે સંજયસિંહને નાગરિક સાથે બોલાચાલી કરતાં હતા. જે મામલે બે સ્થાનિક પંચોની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીના મોઢેથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું નોંધાયું હતું અને નશાથી તેઓ સંતુલન ગુમાવી બેઠા હતા. પોલીસકર્મીએ દારૂ પીવા માટે કોઈ પરમિટ ન હોવાનું પણ સ્વીકારી લીધું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now