જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બનેલો પુલ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સંપૂર્ણ રીતે તૈયાર છે, છતાં તંત્ર દ્વારા તેનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવતું ન હતું. આ વિલંબને લઈને વિપક્ષ કોંગ્રેસે અસંતોષ અને આક્રોશ ઠાલવી જાતે જ ઉદ્ઘાટન કરી લીધું હતું.
કોંગ્રેસનો અનોખો વિરોધ
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પુલનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુક્યો હતો. વિપક્ષે આ પગલું એટલા માટે ભર્યું કારણ કે પુલ તૈયાર થઈ ગયાની જાણ હોવા છતાં પણ તંત્ર દ્વારા કામચલાઉ કારણો બતાવી તેનું ઉદ્ઘાટન કરવામાં વિલંબ કરાતા હતા.
''...લોકો આના વિલંબથી મુશ્કેલી ભોગવી રહ્યા છે''
વિપક્ષના આગેવાનોનું કહેવું છે કે, "જનતા માટે ઉપયોગી એવા પુલનું લોકાર્પણ વિલંબિત રાખવું એ લોકોના હિત સાથે અન્યાય છે." તેઓએ વધુમાં જણાવ્યું કે, "આ પુલ રોજિંદા વાહનવ્યવહાર માટે અત્યંત આવશ્યક છે, અને લોકો આના વિલંબથી મુશ્કેલી ભોગવી રહ્યા છે."