નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખેલૈયોમાં નવરાત્રીના જુસ્સાના નવરંગા પૂરાયા છે. ત્યારે ખેલૈયાઓ તૈયારીમાં લાગી ગયા છે, નવી નવી જાતની ચણિયાચોળી ખરીદવા માર્કેટમાં ભારે ભીડ જામી જાય છે, અમદાવાદની વાત કરીએ તો ચણિયાચોળી માટે જાણીતા લૉ ગાર્ડન માર્કેટમાં લોકોનો ભારે ઘસારો જોવા મળે છે. અનેક જગ્યાઓના વેપારીઓ એક જ જગ્યાએ ભેગા થતાં હોય છે, અને બધી જ વેરાયટીની ચણિયાચોળી આ એક જ માર્કેટમાં મળી જતા હોય છે.
મિક્સ મેચ ચણિયાચોળીનો ટ્રેન્ડ
આ વખતે નવરાત્રીમાં ગરબા રમવાની સાથે સાથે અવનવા ટ્રન્ડ જોવા મળશે, નવરાત્રિમાં મિક્સ મેચ ચણિયાચોળીનો ટ્રેન્ડ પણ જોવા મળશે, જેમાં વિન્ટેજ દુપટ્ટા, કોડી બ્લાઉઝ અને કચ્છી ગામઠી પટ્ટા ચણિયા મળશે. આ ચણિયાચોળીની કિંમત 2 હજારથી 6 હજાર સુધીની છે. આ વખતે લોકોમાં આ ટ્રેન્ડને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં ખરીદી પણ થઈ રહી છે.
પુરુષોની સિક્સ પીસ કેડિયા સાથે ધૂમ
ગરબા રમનાર પુરુષો માટે સિક્સ પીસ કેડિયા પણ જોવા મળશે મહિલાઓની સાથે સાથે પુરુષો પણ ગરબાનો આનંદ ટ્રેન્ડ સાથે માણશે, કેમકે જેટલો ઉત્સાહ નવરાત્રીનો મહિલાઓને હોય છે. એટલો જ પુરુષોને પણ હોય છે. એટલે જ ગરબા માટે તેઓ પણ ખરીદી કરવા પહોંચી જતા હોય છે. આ બધાને જોતા લાગે છે કે આ વર્ષની નવરાત્રી ખૂબજ શાનદાર રહેશે.