કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. પહેલા નોરતે અમિત શાહ રાજકોટમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે. ચાર મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ કમર કસવાનું શરૂ કરી દીધું છે.
રાજકોટમાં અમિત શાહ સહકાર સંમેલન યોજશે
અત્રે જણાવીએ કે, ''ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 17મી એ મોરબી પ્રવાસે આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ વખતે દસ દિવસની પ્રશિક્ષણ શિબિર જુનાગઢ ખાતે રાખી હતી, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ જુનાગઢ આવ્યા હતા. જો કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ રાજકોટ આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકીય કદ વધારવા તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે'.
રાજકોટ જિલ્લા બેંકની મુલાકાત લે તેવી સંભાવના
અત્રે જણાવીએ કે, 22 તારીખના સોમવારે પહેલા નોરતે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજકોટ ખાતે બપોરે 12 વાગે રેસકોસ ખાતે યોજાનારી વિશાળ સહકારી સંમેલનને સંબોધન કરશે કલેક્ટર તંત્ર દ્વારા પ્રોટોકોલ તથા અન્ય બાબતોની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યારે રાજ્યભરના સહકારી આગેવાનો મંડળીના હોદ્દેદારો પણ રાજકોટ આવશે અમિતભાઈ રાજકોટ જિલ્લા બેંકની મુલાકાત લે તેવી સંભાવના છે.
અપાયું છે આમંત્રણ!
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા નવી દિલ્હીમાં અમિત શાહને મળવા પહોંચ્યા હતા અને આ સહકારી કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપી હતી.
રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓ
(1) રાજકોટ ડિસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી.
(2) રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી
(3) રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી
(4) રાજકોટ જિલ્લા સહકારી સંઘ,
(5) રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી.
(6) રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રા. લી.
(7) રાજકોટ ડિસ્ટ્રીકટ કો.-ઓપ. બેંક લી. કર્મચારી મંડળી