આખરે સરકારે બિન અનામત નિગમમા MD ની નિયુક્તિ કરી છે. પી ડી પલસાણાને બિન અનામત નિગમમાં મૂકવામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, આ જગ્યા ચાર્જમાંમાં હોવાના કારણે કામો અટકી પડતાનો આક્ષેપ થતાં હતા. ઉલ્લેખનીય વાત એ છે કે, આ મામલે પાટીદાર સમાજના તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ થોડા દિવસ અગાઉ સરકારમાં માગ પણ કરી હતી. ગાંધીનગરમાં બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ભરવાની પણ માગ કરી છે.
અગાઉ વિવિધ પદો ભરવાને લઈ માંગ કરાઈ હતી
બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી પડ્યા હોવાને લઈ સરકાર સમક્ષ તે હોદ્દા ભરવાને લઈ માંગ કરવામાં આવીમાં આવી હતી. અત્રે જણાવીએ કે, ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો બાકી છે તે તમામ તાત્કાલિક નિમણૂકો કરવા રાજપૂત સમાજ અને પાટીદાર સમાજના કેટલાક અગ્રણીએ ગાંધીનગર પહોંચી માગ કરી હતી. જો કે, સરકારે આ બિન અનામત નિગમને લઈ એમ ડી તરીકે નિયુક્તી કરી છે.
અગાઉ MD ચાર્જમાં હતા
સરકારે અનામત આંદોલન બાદ બિન અનામત આયોગનું ગઠન કર્યું હતુ, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ આયોગમાં વિવિધ પદો ખાલી છે. જેમ કે, ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના હોદ્દાઓ ખાલી છે. જો કે, ત્યાં એમડી હતા એ પણ ચાર્જમાં હતા. જે મુદ્દે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ આક્ષેપ પણ કર્યો હતો કે, સહાયની યોજનાનો વિદ્યાર્થીઓને પુરતો લાભ મળી શકતો નથી, ત્યારે આ નિમણૂકો વહેલી તકે કરવામાં આવે તેવી ક્ષત્રિય અને પાટીદાર સમાજે રજૂઆત કરી હતી






