logo-img
Mega Blood Donation Camp Held Inaugurated By Minister Of State For Home Affairs Harsh Sanghvi

વડાપ્રધાન મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું : આયોજન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે  ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 07:35 AM IST

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટુ 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું ઉદ્ઘાટન કર્યું, વડાપ્રધાનના ૭૫મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના ૬૧મા સ્થાપના દિવસ નિમિત્તે કર્યું આયોજન. આ અભિયાન અંતગર્ત ૭૫ દેશોમાં ૭૫૦૦થી વધુ રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં ૩ લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે. આ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરશે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ

આ અવસરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ-૨.૦ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

કરોડો લોકોને નવી પ્રેરણા

તેમણે વધુમાં કહ્યું કે રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી તે સમુદાયોને મજબૂત કરવા અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે. આ કાર્યક્રમ થકી કરોડો લોકોને નવી પ્રેરણા પણ મળી રહી છે. આપણે ઘણા મોટા નેતાઓનો જન્મદિવસ મોટી કેક કાપતાં કે પછી હાર પહેરાવતાં જ જોયો છે, પરંતુ મોદીજીના શાસનમાં આ બધું જાણે કે બદલાઈ ગયું હોય એમ એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું તેમજ ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે.

રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે દેશના વડાપ્રધાન માટે કોઈ સમાજ તેમજ સંસ્થા દ્વારા આટલા મોટા પાયા પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ સહારાનીય છે. આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ આ ઉમદા કાર્યને તેમજ ભવ્ય સફળતા અપાવવા માટે એક સાથે આવી રહેલા તમામ આયોજકો અને હજારો રક્તદાતાઓનો આભાર વ્યક્ત પણ કર્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now