મોરબીમાં આવકવેરા વિભાગ દ્વારા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ઉદ્યોગપતિઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાઓ લુઈસ સિરામિક ગ્રુપ, ફેસ ગ્રુપ, અને અન્ય મોટી ઉદ્યોગ સંસ્થાઓ સહિત કુલ 40થી વધુ સ્થળોએ પર પાડવામાં આવ્યા છે.
મોરબીમાં 250થી વધુ અધિકારીઓએ દરોડા પાડ્યા
આ દરોડાઓમાં 250થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જેમાં મોરબી ઉપરાંત રાજકોટ શહેરમાં પણ તપાસ ચાલી રહી છે. આ કાર્યવાહીથી સમગ્ર સિરામિક ઉદ્યોગમાં ભારે હોબાળો જોવા મળ્યો છે અને ઉદ્યોગકારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે, લુઈસ સિરામિકના જીતુ રોજવાડિયા, ફેસ ગ્રુપના રાજુભાઈ, અને મોરબીના જાણીતા જમીન વેપારી પરેશ પટેલ સહિત ઘણા ઉદ્યોગકારો આવકવેરા વિભાગની રેડની જપેટમાં આવ્યા છે.
મોટા પાયે કરચોરી ઝડપાઈ શકે!
આ દરોડાઓ દરમિયાન બેનામી વ્યવહારો, જમીન ખરીદી-વેચાણમાં ગેરરીતિઓ અને મોટા પાયે કરચોરી પકડાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની કામગીરી હજુ ચાલુ છે અને અલગ-અલગ સ્થળોએ દસ્તાવેજોની તપાસ, ડિજિટલ ડેટા ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.