સુરત શહેરમાં SOG ને ગોલ્ડ દાણચોરીના રેકેટનો ભાંડો ફોડવામાં મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ SOG ટીમે મહિધરપુરા વિસ્તારમાંથી ગોલ્ડ સ્મગલિંગના એક ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ અંતર્ગત દુબઇથી ગેરકાયદેસર રીતે સુરત શહેરમાં સોનું ઘુસાડવામાં આવી રહ્યું હતું.
સુરત SOGને મોટી સફળતા
પોલીસે સમગ્ર ઓપરેશન દરમિયાન એક ઈસમની ધરપકડ કરી છે, જેને ગોલ્ડ સ્મગલિંગ મામલે મુખ્ય આરોપી તરીકે ઓળખવામાં આવ્યો છે. પોલીસે ધરપકડ કરેલા શખ્સ પાસેથી અંદાજે 24 લાખ રૂપિયાનું ગેરકાયદેસર સોનું અને સાથે રૂપિયા 27 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
મહિધરપુરામાંથી 27 લાખનો ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયો
પોલીસ હવે આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચી સમગ્ર જાળને ભેદવા માટે વધુ તપાસ શરૂ કરી રહી છે. સુરત પોલીસની આ સફળતા પ્રશંસનીય છે આવા કાયદા વિરૂદ્ધ પ્રવૃત્તિઓને રોકવામાં આ મોડેલ રૂપ સાબિત થઈ શકે છે.