બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના અવસરે અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી થઈ.
રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા આ અવસરને યાદગાર બનાવવા 75 દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ તેઓ જ ઉઠાવશે.
પાલનપુરની પ્રાથમિક શાળાની 75 દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો.
વડાપ્રધાનના 75મા જન્મદિવસે 75 દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવાનો આ પ્રયાસ માત્ર અનોખી ઉજવણી જ નથી, પરંતુ સમાજમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મક સંદેશ ફેલાવવાનો પ્રયાસ પણ છે.