અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ કાર અને એક્ટિવા સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તાત્કાલિક રીતે સ્થાનિક લોકોએ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો, પરંતુ સારવાર દરમિયાન દુર્ભાગ્યે તેનું મોત થયું છે.
ઓવર સ્પીડ બન્યું અકસ્માતનું કારણ?
ઘટનાની જાણ થતાં જ ઠક્કરનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે કારના નંબરના આધારે ડ્રાઇવર અને વાહન માલિકની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તપાસ હાથધરી
સ્થાનિક રહેવાસીઓએ અકસ્માત બાદ રસ્તા પર સુરક્ષા અને સ્પીડ લિમિટ અંગે કડક પગલાં લેવાની માંગ કરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે, જેથી અકસ્માતનું સાચું કારણ જાણી શકાય.




















