logo-img
Ahmedabad District Police Chief Gave Detailed Information About The Rave Party Raid

'પોલીસે પાસ ખરીદી પાર્ટીમાં એન્ટ્રી મેળવી પછી...' : અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ રેવ પાર્ટીની રેડ અંગે વિગતે જાણકારી આપી

'પોલીસે પાસ ખરીદી પાર્ટીમાં એન્ટ્રી મેળવી પછી...'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Oct 25, 2025, 10:07 AM IST

અમદાવાદ જિલ્લાના સલાબતપુરા વિસ્તાર પાસે આવેલા ઝેફાયર ફાર્મ હાઉસ પર યોજાયેલી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી મામલે જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, પોલીસને ગુપ્ત બાતમી મળ્યા બાદ વિશેષ ટીમોએ ઈવેન્ટના પાસ ખરીદી ફાર્મમાં એન્ટ્રી મેળવી અને ત્યારબાદ રાત્રે 11 વાગ્યાથી વહેલી સવાર સુધી રેડ હાથ ધરવામાં આવી. રેડ દરમિયાન હુક્કાબાર, દારૂના જથ્થા, પાસપોર્ટ તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી હતી.

15 લોકોની અટકાયત કરવામાં આવી

તેમણે કહ્યું કે, ''સ્થળ પર 72 થી 80 લોકો હાજર હતા, જેમાંથી બ્રેથ એનાલાઇઝર અને મેડિકલ ચેકઅપમાં પોઝિટિવ આવેલા 15 લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસે 19 મોબાઇલ ફોન સીઝ કરીને તેનો ટેકનિકલ એનાલીસિસ હાથ ધર્યો છે. પોલીસ વડાએ જણાવ્યું કે આ આફ્રિકન નેશનલની ગેટ ટુ ગેધર પાર્ટી હતી, જેને વાર્ષિક ગેટ ટુ ગેધરના નામે આયોજિત કરવામાં આવી હતી. પાર્ટી માટે ફાર્મ હાઉસ ભાડેથી લેવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ સરકારી એજન્સી પાસેથી મંજૂરી લેવામાં આવી નહોતી.

બે બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી

આ પાર્ટીના પાસ 5 હજારથી 25 હજાર રૂપિયા સુધીના હતા. પાસ કોણે બનાવ્યા અને કેવી રીતે વિતરિત થયા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાર્ટીનો મુખ્ય આયોજક જ્હોન નામનો ઇસમ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ફાર્મહાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે આ પાર્ટીમાં દારૂના સપ્લાય માટે આશિષ અને અનંત નામના બે બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી છે.

“ગુજરાત પોલીસ ગેરકાયદે પ્રવૃત્તિઓ મુદ્દે સતર્ક છે''

ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, “ગુજરાત પોલીસ ગેરકાયદે પ્રવૃત્તિઓ મુદ્દે સતર્ક છે. જથ્થો ક્યાંથી આવ્યો, કોણ-કોણ સામેલ હતું અને ભૂતકાળમાં આવી પાર્ટીઓ યોજાઈ છે કે નહીં તેની સઘન તપાસ ચાલુ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, પાર્ટીમાં હાજર કેટલાક વિદેશી વિદ્યાર્થી કઈ યુનિવર્સિટીના છે તેની જાણકારી પણ સંબંધિત સંસ્થાઓને આપવામાં આવશે.

આરોપીઓના નામ

  1. કિપટો સેડરેક ઉર્ફે જોન હાલ રહે. એ-604, શીલ્પ અનંતા શેલા, તા.સાણંદ જી.અમદાવાદ મુળ રહે Republic Of Kenya દેશ

  2. આદિલ સાબિરહુસેન બાગબાન ઉ.વ.24 રહે. એ-504૪, ડાયમન્ડ ફલેટ, ટોરેન્ટ પાવર હાઉસ પાસે શાહપુર, અમદાવાદ

  3. ફૂટલોગેલ ઓગેંગ (Kootlogele Oageng) ઉ.વ.26 હાલ રહે. ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુડ ઓફ સેસ્ટેનબીલીટી, ગુજરાત યુનીવર્સીટી બોયસ NRI હોસ્ટેલ રૂમ નંબર 318 મુળ રહે. Republic Of Botswana દેશ

  4. બિલ ડેનિસ (BIL DENIS) ઉ.વ.24 હાલ રહે. મકાન નંબર 63, ફુલદેવ સોસાયટી, મોઢેરા બાયપાસ, મહેસાણા મુળ રહે. Republic Of Kenya દેશ

  5. પ્રણયસીંગ વિરેન્દ્રસીંગ શેખાવત ઉ.વ.૨૫ હાલ રહે. આઇ-304, મધુવન ગ્લોરી, નવા નરોડા કૃષ્ણનગર, અમદાવાદ મુળ રહે. બલોદા ગામ રાજસ્થાન

  6. સાંદી અબ્દુલ્લાહ (SAANDI ABDULLAH) ઉ.વ.24 હાલ રહે. એંજીનીયરીંગ કોલેજ હોસ્ટેલ રૂમ નંબર 208, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ મુળ રહે. Comoros દેશ

  7. ઝુકોલ શેલ્ટન એલિટ (ZUCULE CHELTON ELIOTE) ઉ.વ 20 રહે. હાલ ગુજરાત યુનીવર્સીટી એન.આઇ.આર હોસ્ટેલ રૂમ નં 302 અમદાવાદ મુળ રહે. Mozambique દેશ

  8. રાન્દ્રિયાનિયાના હજાસો મિહારી (RANDRIANIAINA HAJASOA MIHARY) ઉ.વ 23 રહે રૂમ નં 47 કુલદેવકુટીર મહેસાણા રેલવે સ્ટેશન પાસે મહેસાણા મુળ રહે Madagascar દેશ

  9. મુરિયુકી એલ્વિસ માચેરિયા (MURIUKI ELVIS MACHARIA) ઉ.વ 20 રહે હાલ મ.નં ક્રીષ્નાનગર પાલાવાસણા મોઢેરા ચોકડી મહેસાણા મુળ રહે Republic Of Kenya

  10. માલોવા એનાસ્તાસિયા નીનો (MALOVA ANNASTACIA NINO) ઉ.વ.27 રહે હાલ. ગુજરાત યુનીવર્સીટી હોસ્ટેલ રૂમ નંબર 703 અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ

  11. મોરેરી પેસિફિકા મોરા (MORERI PACIFICAA MORAA) ઉ.વ.30 રહે હાલ. ચાંદખેડા, અમદાવાદ મુળ Republic Of Kenya हेश

  12. ન્યાકીરી મેરીયન વામ્બુઇ (NYAKIRI MARYANN WAMBUI) ઉ.વ.23 રહે હાલ. નૈયા ઇલેકટ્રોનીકસ, સેકટર 26, ગાંધીનગર મુળ રહે. Republic Of Kenya દેશ

  13. મિરિયમ ન્યાબોકે ઓબોર (MIRIAM NYABOKE OBORE) ઉ.વ.27 રહે હાલ. બી/201, સ્કાયવોક મલાંગ, ઝુડાલ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ

  14. મેગડાલીન ન્દુતા કિન્યાનજુઈ (MAGDALINE NDUTA KINYANJUI) ઉ.વ.38 રહે હાલ. બી/201, સ્કાયવોક મલાંગ, ઝુડાલ સર્કલ, ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. Republic Of Kenya દેશ

  15. મૂર્તિ ફાઇથા કથુરે (MURITHI FAITH KATHURE) ઉ.વ.૨૯ રહે હાલ. ચાંદખેડા, અમદાવાદ મુળ રહે. મેરૂ, કેન Republic Of Kenya દેશ

  16. અનંત રાજેન્દ્રભાઇ કપીલ ઉ.વ.28 રહે. 04, મારૂતી નંદન પાર્ટ-01, મોટેરા ગામની બાજુમા, સાબરમતી, અમદાવાદ શહેર

  17. આષિશ કાંતીલાલ જાડેજા ઉ.વ.27 રહે. સવિતાનગર, વિસામા સોસાયટીની સામે, મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર

  18. સાહિલ અહેમદ અબ્દુલરહેમાન અહેમદી ઉ.વ.21 રહે હાલ. અંબર ટાવર, સરખેજ, અમદાવાદ શહેર મુળ રહે. દવોસ્થાન, હુજાઇ જાલ્લા, આસમ

  19. મિલન આશીષભાઇ પટેલ ઉ.વ.29 રહે. મ.નં. 103, સવિતા એન્કલેવ, મધર મીલ્ક પેલેસની સામે, સત્યમાર્ગ, બોડકદેવ, અમદાવાદ શહેર

  20. રેહાન મોહમદસોહેબ મન્સુરી ઉ.વ.19 રહે. એ-18, અલકસા રેસીડન્સી, આર.સી.સી કેનાલ પાસે અંબર ટાવર સરખેજ અમદાવાદ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now