શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું શિવ મંદિર છે. જ્યાં સાત શિવલિંગ આકાશના સપ્તર્ષિ તારાઓની જેમ ગોઠવાયેલા છે? આ વાત છે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં અરસોડિયા ગામ નજીક આવેલા શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરની!
આ ઐતિહાસિક શિવાલય ત્રેતાયુગ સાથે જોડાયેલું છે, જ્યાં કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર સહિત સાત ઋષિઓએ તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ડેભોલ અને સાબરમતી નદીના સંગમ પર આવેલું આ મંદિર ધાર્મિક અને ખગોળીય મહત્વ ધરાવે છે, જ્યાં ગૌમુખમાંથી સતત નદીના પાણીની જળધારા શિવલિંગ પર વહે છે. દર્શન માટે ભક્તોને પાણીમાં ડૂબીને જવું પડે છે, જે આ સ્થળને અનોખું બનાવે છે. અમદાવાદથી માત્ર 100 કિલોમીટર દૂર આ રહસ્યમય સ્થળ પર્યટકો અને ભક્તોને આકર્ષે છે. આજે પણ શિવલિંગ પર સતત જળાભિષેક કરતું પાણી ક્યાંથી આવે છે એ મોટા-મોટા વૈજ્ઞાનિકો નથી જાણી શક્યા!