Home International India Russia Relos Agreement Military Logistics Arctic Indian Ocean Troops Deployment

3 હજાર જવાન, 3 વૉરશિપ, 10 એરક્રાફ્ટ : શું છે RELOS?, જેના પર ભારત-રશિયાએ લગાવી મહોર

3 હજાર જવાન, 3 વૉરશિપ, 10 એરક્રાફ્ટ
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 06:17 PM IST

ભારત અને રશિયાના સંરક્ષણ સંબંધો હવે એક નવા લેવલ પર પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ કરાર હેઠળ હવે નવી વ્યવસ્થા ઊભી થશે. આ સમજૂતી મુજબ ભારત અને રશિયા એકબીજાના મિલિટરી બેઝ પર ચોક્કસ મર્યાદામાં સૈન્ય તૈનાત કરી શકશે. નવા નિયમો પ્રમાણે બંને રાષ્ટ્રો પરસ્પરના સૈન્ય ઠેકાણાઓ પર 3000 સૈનિકો ઉપરાંત 5 વોરશિપ અને 10 મિલિટરી એરક્રાફ્ટ રાખવા માટે સક્ષમ બનશે. આ પગલાંથી રશિયાને સ્ટ્રેટેજિક રીતે મહત્વપૂર્ણ ગણાતા હિંદ મહાસાગરમાં એન્ટ્રી મળશે જ્યારે ભારત બરફથી આચ્છાદિત આર્કટિક રિજિયનમાં પોતાની પકડ મજબૂત કરી શકશે.

રશિયન પ્રેસિડેન્ટ પુતિનની ભારત વિઝિટ દરમિયાન જ રશિયાની સંસદના નીચલા ગૃહ જેને ડ્યૂમા કહેવાય છે તેણે આ ડિફેન્સ પેક્ટને મંજૂરી આપી દીધી છે. આ કરારને ટેકનિકલ ભાષામાં રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ અથવા ટૂંકમાં RELOS તરીકે ઓળખવામાં આવે છે. આ એગ્રીમેન્ટનો મુખ્ય હેતુ જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝ વખતે તેમજ કુદરતી આફતો સમયે માનવતાના ધોરણે મદદ પહોંચાડવા માટે એકબીજાના રિસોર્સનો ઉપયોગ કરવાનો છે.

ભારત ઘણા સમયથી આર્કટિક વિસ્તારમાં રહેલા ઓઈલ અને મિનરલ્સના ભંડાર સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. રશિયાની સરહદ આર્કટિક સાથે જોડાયેલી હોવાથી આ લોજિસ્ટિક કરાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વિસ્તારમાં ભારે બરફ હોવાને કારણે સામાન્ય જહાજો ચાલી શકતા નથી તેથી રશિયાએ ભારતને ખાસ પ્રકારના આઈસ કટર શીપ બનાવવા માટે મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.

બીજી તરફ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના પાંચ પાવરફુલ દેશોમાં રશિયા એકમાત્ર એવો દેશ હતો જેની હિંદ મહાસાગરમાં કોઈ મિલિટરી પ્રેઝન્સ ન હતી. RELOS કરાર પર હસ્તાક્ષર થવાથી રશિયાએ હવે હિંદ મહાસાગરમાં પણ પોતાની હાજરી સુનિશ્ચિત કરી લીધી છે.

ભારત અને રશિયાની ત્રણેય પાંખો એટલે કે આર્મી નેવી અને એરફોર્સ સંયુક્ત રીતે ઈન્દ્ર નામની મિલિટરી એક્સરસાઈઝ કરે છે. યુક્રેન સાથેના યુદ્ધને કારણે છેલ્લા થોડા સમયથી આ કવાયત બંધ હતી. જોકે આ વર્ષે ફરીથી બંને દેશોના સૈન્યો વચ્ચે સંયુક્ત કવાયત શરૂ થઈ હતી જે રાજસ્થાનના બીકાનેર નજીક આવેલી મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now