Home National-International Us Israel Iran War Strait Of Hormuz Crisis Trump Statement

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી : 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે. નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી
Published by: OBS Bureau
| Last Updated: Mar 22, 2026, 07:55 AM IST

US Israel Iran war: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Truth Social' પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જો ઈરાન 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે અને કોઈપણ ધમકી વગર ખુલ્લું નહીં કરે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેને નેસ્તનાબૂદ કરી દેશે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ સૌથી મોટા પાવર પ્લાન્ટથી આ હુમલાની શરૂઆત કરશે, અને ઇરાન તેને આખરી ચેતવણી તરીકે માને.

અત્યાર સુધી અમેરિકા ઈરાનના ઉર્જા ક્ષેત્રો પર સીધા હુમલા કરવાનું ટાળતું હતું જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન ન થાય, પરંતુ હવે આ રણનીતિ બદલાઈ હોય તેમ લાગે છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ શું છે?

આ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. દુનિયાના કુલ તેલ પુરવઠાનો લગભગ 20% અંદાજે 20 મિલિયન બેરલ પ્રતિ દિવસ આ માર્ગેથી પસાર થાય છે. આ માર્ગ આંશિક રીતે બંધ થવાથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજે રોજ વધી રહ્યાં છે. ક્રૂડ ઓઇલ ખરીદતાં વિશ્વના દેશો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ લઇ જતાં જહાજોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે.

Strait of Hormuz જો આજ રીતે વધુ લાંબો સમય બંધ રહ્યું તો ગ્લોબલ રિસેશન આવી શકે છે. અને તેના ગંભીર પરિણામો દુનિયાએ ભોગવવા પડશે.

સવાલ એ છે કે છેલ્લા ચાર અઠવાડિયાથી અમેરિકા અને ઇઝરાયેલને યુદ્ધમાં ટક્કર આપી રહેલું ઈરાન જો આ ચેતવણીને ગંભીરતાથી ન લે તો શું થાય?

48 કલાકમાં ઝૂકવા તૈયાર ન થાય તો ઈરાનમાં અંધારપટ છવાઈ જાય

જો ઈરાન આગામી 48 કલાકમાં ઝૂકવા તૈયાર ન થાય તો ઈરાનમાં અંધારપટ છવાઈ જાય એટલે કે Total Blackout. જો અમેરિકા ઈરાનના મુખ્ય પાવર ગ્રીડ અને વીજળી મથકોને નષ્ટ કરે, તો ઈરાનના મોટાભાગના શહેરોમાં વીજળી ગુલ થઈ જશે. જેના કારણે હોસ્પિટલ્સ, ઈન્ટરનેટ અને રોજિંદા જીવન પર ભયાનક અસર પડશે.

આ તરફ ઈરાનની સેનાએ પણ વળતી ધમકી આપી છે કે જો તેમના ઉર્જા ક્ષેત્રો પર હુમલો થયો, તો તેઓ આખા ક્ષેત્રમાં રહેલા અમેરિકી સૈન્ય મથકો અને અમેરિકાના સાથી દેશોના ઉર્જા મથકોને નિશાન બનાવશે.

બની શકે કે અમેરિકી હુમલો આ સંઘર્ષને 'Full-scale War' માં ફેરવી શકે છે. ઈરાન હાલમાં આર્થિક રીતે નબળું હોવા છતાં, તેની મિસાઈલ ક્ષમતા 4,000 કિલોમીટર રેન્જની મિસાઈલો અમેરિકાના સાથી દેશો માટે મોટો ખતરો છે.

ભારત જેવા દેશોની અર્થવ્યવસ્થા પર પણ પડશે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહેવાથી તેલના ભાવમાં અસહ્ય વધારો થશે, જેની સીધી અસર ભારત જેવા દેશોની અર્થવ્યવસ્થા પર પણ પડશે.

ટ્રમ્પનું આ પગલું તેમની "America First" અને "Maximum Pressure" ની નીતિનો ભાગ છે.

એક તરફ તેઓ આ યુદ્ધને "Winding down" ખતમ કરવાની વાત કરે છે, તો બીજી તરફ આવી આકરી ધમકી આપીને ઈરાનને ટેબલ પર વાટાઘાટો માટે મજબૂર કરવા માંગે છે.

આગામી 48 કલાક વિશ્વની શાંતિ અને અર્થવ્યવસ્થા માટે અત્યંત નિર્ણાયક છે. જો ડિપ્લોમેસી નિષ્ફળ જશે, તો પશ્ચિમ એશિયામાં એક વિનાશક યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે.

- વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!