Home International Denmark Weird Tradition Single People Cinnamon Shower 25th Birthday

લગ્ન ન થયા હોય તો મળે છે 'તજ'ની સજા : ડેનમાર્કની વર્ષો જૂની પરંપરા સોશિયલ મીડિયા પર વાયરલ

A unique tradition for single young people in Denmark
Published by: Vaishnavi Pathak
Last Updated: May 11, 2026, 08:46 AM IST

ડેનમાર્કમાં જો 25 વર્ષ સુધી લગ્ન ન કરો તો લોકો કરે છે આવું કામ, અનોખી પરંપરા વાયરલ

દુનિયાભરમાં અલગ-અલગ દેશોમાં લગ્ન અને જન્મદિવસને લઈને અનેક વિચિત્ર પરંપરાઓ જોવા મળે છે. આવી જ એક અનોખી અને રમુજી પરંપરા યુરોપિયન દેશ ડેનમાર્ક (Denmark) માં જોવા મળે છે, જ્યાં સિંગલ એટલે કે અપરિણીત યુવક-યુવતીઓ સાથે કંઈક અલગ જ રીતે વ્યવહાર કરવામાં આવે છે.

25 વર્ષની ઉંમર અને 'તજ'નો વરસાદ

ડેનમાર્કની પરંપરા મુજબ, જો કોઈ વ્યક્તિનો 25 મો જન્મદિવસ હોય અને તે હજુ પણ સિંગલ (Unmarried) હોય, તો તેના મિત્રો અને પરિવારના સભ્યો તેને પકડીને તેના પર તજનો પાવડર (Cinnamon) છાંટે છે. ઘણીવાર તો તેને થાંભલા સાથે બાંધીને આખા શરીર પર તજ નાખવામાં આવે છે. આ પરંપરાને કારણે તે વ્યક્તિ આખો દિવસ તજની સુગંધથી મહેકતી રહે છે.

આ પણ વાંચો: તેલના સપ્લાય પર જોખમ | હોર્મુઝની ખાડીમાં વધતી સૈન્ય હિલચાલથી દુનિયાભરમાં ચિંતા | Offbeat Stories

શા માટે ઉજવવામાં આવે છે આ પ્રથા?

આ પરંપરા પાછળનું કારણ સેંકડો વર્ષ જૂનું છે. કહેવાય છે કે વર્ષો પહેલા મસાલાના વેપારીઓ (Spice Traders) વેપાર માટે આખા વિશ્વમાં ફરતા હતા. મુસાફરીને કારણે તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ ટકી શકતા નહોતા અને તેથી તેઓ લગ્ન કરી શકતા નહોતા. આ અપરિણીત વેપારીઓને 'Pebersvende' (Pepper Dudes) કહેવામાં આવતા હતા. તેમની યાદમાં આજે પણ આ પરંપરા જીવંત રાખવામાં આવી છે.

30 વર્ષની ઉંમર સુધી સિંગલ હોવ તો 'મરી'ની સજા

જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમર સુધી પણ લગ્ન ન કરે, તો તજની જગ્યાએ તેના પર કાળા મરી (Pepper) નો પાવડર છાંટવામાં આવે છે. જોકે, આ પરંપરા કોઈને અપમાનિત કરવા માટે નથી, પરંતુ માત્ર મનોરંજન અને ઉજવણીના ભાગરૂપે કરવામાં આવે છે. ડેનમાર્કમાં લગ્નની સરેરાશ ઉંમર પુરુષો માટે 34 અને મહિલાઓ માટે 32 વર્ષ છે, તેથી ઘણા યુવાનો આ 'મસાલેદાર' ઉજવણીનો ભોગ બને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now