Home International Pm Modi Appeal Avoid Foreign Travel Economic Impact India Gujarati

PM મોદીની એક અપીલ અને દુનિયાને 2.7 લાખ કરોડનો ફટકો! : જાણો ભારતને કેવી રીતે થશે મોટો આર્થિક ફાયદો

PM Modi appeal
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 04:25 AM IST

PM Modi appeal: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે છવાયેલી આર્થિક અસ્થિરતા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદની એક રેલી દરમિયાન દેશવાસીઓને અત્યંત સૂચક અપીલ કરી છે. PM મોદીએ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા અને ભારતની આર્થિક સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે લોકોને ઓછામાં ઓછા એક વર્ષ માટે વિદેશ પ્રવાસ (Foreign Trips) ટાળવા વિનંતી કરી છે. આ અપીલ પાછળનો મુખ્ય હેતુ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર બચાવવાનો અને ઘરેલું પર્યટનને વેગ આપી સ્થાનિક રોજગારી વધારવાનો છે.

પ્રધાનમંત્રીની આ અપીલ માત્ર એક સૂચન નથી, પરંતુ તેની પાછળ એક મોટો આર્થિક વ્યૂહ છુપાયેલો છે. જો ભારતીયો એક વર્ષ સુધી વિદેશમાં વેકેશન મનાવવાનું બંધ કરી દે, તો તેનાથી વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા હચમચી શકે છે, જ્યારે ભારત માટે આ રકમ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

વૈશ્વિક પર્યટન ઉદ્યોગને લાગશે રૂ.2.7 લાખ કરોડનો ઝટકો

ભારતીય પ્રવાસીઓ અત્યારે વિશ્વમાં સૌથી વધુ ખર્ચ કરનારા પ્રવાસીઓમાં મોખરે છે. વર્ષ 2023-24 ના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતીયોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પાછળ અંદાજે ₹2.72 લાખ કરોડ ($31.7 અબજ) ખર્ચ્યા છે. જો PM મોદીની આ અપીલને ભારતીયો સ્વીકારી લે, તો દુબઈ (UAE), થાઈલેન્ડ, વિયેતનામ, અમેરિકા અને ઈન્ડોનેશિયા જેવા દેશોના પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી શકે છે.

વિદેશી મુદ્રા ભંડારની બચત અને રૂપિયો થશે મજબૂત

આ પણ વાંચો: લેન્ડિંગ સમયે રનવે પર પ્લેનના ટાયર સળગ્યા : 289 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ફાયર ફાઈટર્સે બચાવ્યા સેંકડો મુસાફરોના જીવ

PM મોદીની આ સલાહ માનવાથી ભારતને ત્રિપાંખિયો ફાયદો થઈ શકે છે:

  • રૂપિયાની મજબૂતી: દર વર્ષે અબજો ડોલરની રકમ વિદેશી પ્રવાસ પાછળ વપરાય છે. જો આ નાણું દેશમાં જ રહે, તો ભારતનો વિદેશી મુદ્રા ભંડાર સુરક્ષિત રહેશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયો વધુ મજબૂત બનશે.

  • સ્થાનિક પ્રવાસનમાં તેજી: જો વિદેશ જનારી રકમના માત્ર 50% પણ કાશ્મીર, લક્ષદ્વીપ, કન્યાકુમારી કે પૂર્વોત્તર ભારતમાં ખર્ચાય, તો સ્થાનિક હોટલ અને એરલાઈન્સ ઉદ્યોગને ₹1.35 લાખ કરોડનો સીધો લાભ મળશે.

  • રોજગારીની નવી તકો: સ્થાનિક પર્યટન વધતા ટેક્સી ડ્રાઈવરો, લોકલ ગાઈડ્સ અને હોમસ્ટે માલિકો માટે રોજગારીની લાખો નવી તકો ઊભી થશે.

આત્મનિર્ભર ભારત માટે PM મોદીના 5 'મંત્ર'

વિદેશ પ્રવાસ ટાળવા ઉપરાંત પ્રધાનમંત્રીને દેશવાસીઓ પાસે અન્ય 5 મહત્વના સંકલ્પોની પણ માંગણી કરી છે:

  1. ઈંધણની બચત: પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડી આયાત પરનું ભારણ ઓછું કરવું.

  2. પબ્લિક ટ્રાન્સપોર્ટ: જ્યાં સુવિધા હોય ત્યાં મેટ્રો કે બસનો વધુ ઉપયોગ કરવો.

  3. કાર પૂલિંગ: ખાનગી વાહનોમાં એકલા જવાને બદલે અન્ય લોકોને સાથે લઈ જઈ ઈંધણ બચાવવું.

  4. સોનાની ખરીદી: વિદેશી આયાત ઘટાડવા માટે આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ લેવો.

  5. આર્થિક દેશભક્તિ: બિનજરૂરી વિદેશી ખર્ચાઓ પર કાપ મૂકી ભારતની આર્થિક સુરક્ષામાં સક્રિય ફાળો આપવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now