ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક ક્રિકેટ મેચ લાખો ફેન્સના હૃદયના ધબકારા વધારી દે છે. હવે, જ્યારે બંને ટીમો એશિયા કપ 2025 ની ફાઇનલમાં સામ-સામે થશે, ત્યારે ઉત્સાહ વધુ વધશે. 41 વર્ષ અને 16 આવૃત્તિઓમાં પહેલી વાર, ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઇનલમાં ટકરાશે. આ મેચ આજે, રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યે શરૂ થશે.
લાઈવ ક્યાં જોવું?
એશિયા કપ 2025નું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા કરવામાં આવશે. દર્શકો સોની સ્પોર્ટ્સની વિવિધ ચેનલો (સોની સ્પોર્ટ્સ 1, 2, 3 અને 5) પર મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. મેચોને ઍક્સેસ કરવા માટે યુઝર્સને સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે.
શું ફ્રીમાં મેચ જોઇ શકાય છે?
ફેન્સ માટે સારા સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ હાઇ-વોલ્ટેજ ફાઇનલનું પ્રસારણ DD Sports ચેનલ પર પણ મફતમાં કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જો તમારી પાસે DTH અથવા કેબલ કનેક્શન છે, તો તમે કોઈપણ વધારાના શુલ્ક વિના તમારા ટીવી પર મેચ લાઇવ જોઈ શકો છો.
ટોસ અને રણનીતિ
ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થશે. પીચની સ્થિતિને જોતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિજેતા કેપ્ટન ઝાકળનો લાભ લેવા માટે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેશે. પાકિસ્તાને પાછલી બે મેચમાં અલગ અલગ રણનીતિ અપનાવી હતી, પરંતુ બંને વખત ભારતનો વિજય થયો.
ભારત અને પાકિસ્તાનનો રસ્તો
આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી અપરાજિત રહ્યું છે. તેની બીજી સુપર ફોર મેચમાં, ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન, પાકિસ્તાને સુપર ફોરમાં બાંગ્લાદેશને 11 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વર્તમાન એશિયા કપમાં બે વાર ટકરાઈ ચૂક્યા છે, અને ભારત બંને વખત જીત્યું છે.
ગ્રુપ સ્ટેજ - ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું.
સુપર-4 - ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત - અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ , વરુણ ચક્રવર્તી.
પાકિસ્તાન - સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફયાન મુકીમ, અબરાર અહેમદ.