Where will IND vs AUS live streaming T20I be available: ભારતની T20 ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝની હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝ (India vs Australia T20 Series Schedule) આવતીકાલથી શરૂ થશે. 5 મેચની T20I સીરિઝની પહેલી મેચ કેનબેરામાં રમાશે. ભારતીય ટીમ ઓગસ્ટ 2023 થી એક પણ T20 સીરિઝ હાર્યું નથી. હવે, તેમની પાસે ઓસ્ટ્રેલિયામાં પોતાનો વિજય ક્રમ જાળવી રાખવાની તક છે. સીરિઝ શરૂ થાય તે પહેલાં, જાણો કે તમે કયા ટીવી ચેનલ પર T20 મેચો જોઈ શકશો અને તેનું લાઇવ સ્ટ્રીમ (IND vs AUS લાઇવ સ્ટ્રીમિંગ T20) ક્યાં ઉપલબ્ધ થશે?
ક્યારે અને ક્યાં લાઈવ સ્ટ્રીમિંગ જોવું?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20I મેચ 29 ઓક્ટોબરના રોજ કેનબેરામાં રમાશે. બધી T20I મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. જો તમે ટીવી પર લાઈવ પ્રસારણ જોવા ઈચ્છો છો, તો મેચનું લાઈવ પ્રસારણ Star Sports Network પર કરવામાં આવશે. મોબાઈલ ફોન અને એન્ડ્રોઈડ ટીવી માટે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝનું સમયપત્રક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20I સીરિઝની પ્રથમ મેચ 29 ઓક્ટોબરે કેનબેરામાં, 31 ઓક્ટોબરે મેલબોર્ન, 2 નવેમ્બરે હોબાર્ટ અને 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં અને સીરિઝની અંતિમ મેચ 8 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચના રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 32 T20I મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 20 મેચ જીતી, ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 વખત જ જીત મેળવી છે, અને એક મેચનું કોઈ પરિણામ નથી.
ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (wk), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ઓસ્ટ્રેલિયા ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ (મેચ 1-3), ઝેવિયર બાર્ટલેટ, માહલી બીર્ડમેન (મેચ 3-5), ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ (મેચ 4-5), નાથન એલિસ, જોશ હેઝલવુડ (મેચ 1-2), ગ્લેન મેક્સવેલ (મેચ 3-5), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.




















