Pakistan Cricket Board: સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ખેલાડીઓની જર્સીનો રંગ લીલા રંગથી બદલીને ગુલાબી રંગ કર્યો છે. સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ શરૂ થાય તે પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જર્સીમાં ફેરફાર અંગે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, ગુલાબી રંગમાં ફેરફાર પાછળ એક કારણ છે. જાણો શું છે એ કારણ?
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગુલાબી જર્સી પહેરશે
આ નિર્ણય પહેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, આ ગુલાબી જર્સી કેમ્પેન "Pink Ribbon Pakistan" ચળવળનો એક ભાગ છે, જેનો હેતુ Breast cancer વિશે જાગૃતિ લાવવાનો છે. સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ટીમ ગુલાબી જર્સી પહેરશે. દરમિયાન, સાઉથ આફ્રિકાની ટીમના ખેલાડીઓ અને મેચ અધિકારીઓ પણ ગુલાબી રિબન પહેરશે, જેનો ઉપયોગ Breast cancer વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવશે.
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રાવલપિંડીમાં રમાનારી પ્રથમ T20 મેચ દરમિયાન, કોમેન્ટેટર્સ ગુલાબી રિબન પહેરેલા જોવા મળશે. મેચમાં વપરાતા સ્ટમ્પને પણ ગુલાબી રંગથી રંગવામાં આવશે.
સાઉથ આફ્રિકા vs પાકિસ્તાન T20 સીરિઝ
સાઉથ આફ્રિકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ સીરિઝ 1-1 થી ડ્રો રહી હતી. ત્રણ મેચની T20 સીરિઝ આજે, મંગળવાર, 28 ઓક્ટોબરથી શરૂ થાય છે. પહેલી મેચ રાવલપિંડીમાં રમાશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ લાહોરમાં રમાશે. T20 સીરિઝ પછી, બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ પણ થશે.
પહેલી T20I - 28 ઓક્ટોબર, રાવલપિંડી
બીજી T20I - 31 ઓક્ટોબર, લાહોર
ત્રીજી T20I - 1 નવેમ્બર, લાહોર




















