logo-img
When Will Shreyas Iyer Return To India After Surgery Know Latest Updates

Shreyas Iyer ના ચાહકો માટે સારા સમાચાર : તે ક્યારે ભારત પરત ફરી શકશે? જાણો લેટેસ્ટ અપડેટ્સ

Shreyas Iyer ના ચાહકો માટે સારા સમાચાર
Published by: Offbeat Team
| Last Updated: Oct 28, 2025, 01:40 PM IST

Good news for Shreyas Iyer and Indian cricket fans: આખરે, શ્રેયસ ઐયર અને ભારતીય ક્રિકેટ ચાહકો માટે થોડી રાહત છે. સિડની ODI માં ઈજા બાદ તેની સર્જરી થઈ હતી અને તે હજુ પણ હોસ્પિટલમાં છે. સારા સમાચાર એ છે કે, ઐયર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેને રજા આપવામાં આવી શકે છે. ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે અગાઉ એક અપડેટ આપી હતી, જેમાં જણાવ્યું હતું કે તેણે ઐયર સાથે ફોન પર વાત કરી હતી અને તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.

એક અઠવાડિયા માટે આરામ

મીડિયા રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐયર હવે ખતરામાંથી બહાર છે. ICU માંથી રજા મળ્યા બાદ તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. નવી અપડેટ મુજબ, તેને એક અઠવાડિયા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. BCCI અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ મેનેજમેન્ટે શ્રેયસ ઐયરની સારવાર માટે ડૉક્ટર રિઝવાન ખાનને સોંપ્યા છે, જે ટીમ ઈન્ડિયાના ફિઝિશિયન પણ છે. રિઝવાન શરૂઆતથી જ શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા છે.

હવે ઐયર પોતે ફોનથી રિપ્લાઇ આપે છે

આરામની સલાહને કારણે, શ્રેયસ લગભગ એક અઠવાડિયા સુધી સિડનીમાં રહેશે, ત્યારબાદ તે ભારત પરત ફરી શકે છે. જેમ સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, ઐય્યર હવે પોતે ફોન પર વાત કરી શકે છે. ઐયર પોતે પોતાના સંબંધીઓ સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને ઘરે બનાવેલ ભોજન પણ ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, શ્રેયસ ફોનનો ઉપયોગ કરીને મેસેજોનો રિપ્લાઇ પણ આપી રહ્યો છે. શ્રેયસ ઐયરના ઓસ્ટ્રેલિયામાં મિત્રો તેને ઘરે બનાવેલું ભોજન પૂરું પાડી રહ્યા છે. હાલમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ ઐયર ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ડોકટરોની સંપૂર્ણ દેખરેખ હેઠળ રહેશે.

ઐયરને સંપૂર્ણપણે ફિટ થવામાં સાઉથ આફ્રિકા સામેની સીરિઝ ગુમાવશે

શ્રેયસ ઐયરને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં અને મેદાનમાં પાછા ફરવામાં થોડો સમય લાગી શકે છે. એવી શક્યતા છે કે તે સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ ગુમાવી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now