Who will replace Shreyas Iyer if he is not in the upcoming ODI series: ભારતીય વનડે ટીમના ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર ઘણા અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવાની શક્યતા છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વનડે મેચમાં કેચ લેતી વખતે તેને પાંસળીમાં ઈજા થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈજા એટલી ગંભીર છે કે ઐયરને સર્જરી કરાવવી પડી શકે છે. આનાથી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે તેની ઉપલબ્ધતા પર સવાલ ઉભા થયા છે. ભારત vs સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રમાશે. હવે પ્રશ્ન એ છે કે જો શ્રેયસ ઐયર આગામી વનડે સીરિઝમાં ન રમે તો તેનું સ્થાન કોણ લેશે?
ઋષભ પંત
ઋષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી બની ગયો છે, પરંતુ હજુ સુધી વ્હાઇટ-બોલ ફોર્મેટમાં તેનો પ્રભાવ પડ્યો નથી. તે T20I ટીમની બહાર છે પરંતુ બેકઅપ વિકેટકીપર તરીકે ODI ટીમનો ભાગ છે. પંત ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને જો તે આગામી ટેસ્ટ સીરિઝમાં સારું પ્રદર્શન કરશે, તો તેને ODI માં નંબર 4 ના સ્થાન માટે વિચારી શકાય છે. શ્રેયસ ઐયરની જેમ, ઋષભ પંતમાં પણ મધ્યમ ઓવરોમાં સ્કોરને ઝડપથી આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે. પંતે અત્યાર સુધી 31 ODI મેચમાં 871 રન બનાવ્યા છે.તિલક વર્મા
એશિયા કપ ફાઇનલમાં નોટઆઉટ 69 રનની ઇનિંગ રમીને ભારતને વિજય અપાવનાર ભારતીય T20I સુપરસ્ટાર તિલક વર્માએ T20I માં ત્રીજા અને ચોથા નંબર પર સારું પ્રદર્શન કર્યું છે. તેને દબાણ હેઠળ ઇનિંગ્સ સંભાળવાની પોતાની ક્ષમતા પણ દર્શાવી છે. તિલક વર્માએ અત્યાર સુધી ફક્ત 4 વનડે રમ્યો છે, પરંતુ તેને સતત તકો મળી નથી. તેની લિસ્ટ-A માં એવરેજ 45.69 છે. તેને 40 લિસ્ટ-A ઇનિંગ્સમાં 5 સેંચુરી અને 10 હાફ-સેંચુરી ફટકારી છે.
રિયાન પરાગ
છેલ્લા 2 વર્ષમાં, રાયન પરાગનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. તેને છેલ્લી 2 IPL સિઝનમાં 966 રન બનાવ્યા છે. 53 મેચની લિસ્ટ-A કારકિર્દીમાં, તેણે 1922 રન બનાવ્યા છે, જેમાં 5 સેંચુરી અને 11 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. હાલમાં સર્વિસિસ સામેની રણજી ટ્રોફી મેચમાં, તેને આસામ માટે માત્ર બેટથી જ નહીં પરંતુ બોલથી પણ 7 વિકેટ લીધી હતી. રિયાન પરાગનું આગમન ટીમ ઈન્ડિયાને પણ ફાયદો કરાવી શકે છે, કારણ કે, જો જરૂર પડે તો તે 4 થી 5 ઓવર બોલિંગ પણ કરી શકે છે.




















