ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વિજય તરફ મજબૂત પગલાં ભર્યા છે. કેપ્ટન રોહિત શર્માએ પોતાની 50મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, જ્યારે વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કુમાર સંગાકારાને પછાડીને બીજા સ્થાને કબજો જમાવ્યો છે. 30 ઓવરના અંતે ભારતનો સ્કોર 183/1 હતો, જે 237 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યો છે.
હર્ષિત રાણાએ ચાર વિકેટ ઝડપી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 46.4 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેટ રેનશોએ 58 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી, જ્યારે મિશેલ માર્શે 41 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી હર્ષિત રાણાએ ચાર વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
ભારતની શરૂઆત
શુભમન ગિલ (24 રન, 26 બોલ)ની વિકેટ ગુમાવીને થઈ, જેને જોશ હેઝલવુડે એલેક્સ કેરીના શાનદાર કેચ દ્વારા આઉટ કર્યો. 10.2 ઓવરમાં ભારતનો સ્કોર 69/1 હતો. રોહિત અને કોહલીની જોડીએ ઇનિંગને સંભાળીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. આ મેચમાં રોહિતની સદી અને કોહલીનો રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન ભારતીય ચાહકો માટે ઉજવણીનું કારણ બન્યું છે. શું ભારત આ લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકશે?




















