South Africa to tour India in November-December: સાઉથ આફ્રિકા નવેમ્બર-ડિસેમ્બરમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 મેચની T20I સીરિઝ રમવા માટે ભારત આવશે. આ સીરિઝની શરૂઆત ટેસ્ટથી થશે, જેની પહેલી મેચ 14 થી 18 નવેમ્બર દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.
બંને ટીમોની છેલ્લી ટેસ્ટ સીરિઝનું પ્રદર્શન
શુભમન ગિલની ટેસ્ટ કેપ્ટન તરીકે આ બીજી ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હશે. ગિલ અને તેની ટીમે અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સીરિઝ 2-0 થી જીતી હતી. સાઉથ આફ્રિકાની પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ સીરિઝ 1-1 થી ડ્રો રહી હતી, જેમાં પાકિસ્તાને પહેલી મેચ જીતી હતી અને દક્ષિણ આફ્રિકાએ બીજી મેચ જીતી હતી.
સાઉથ આફ્રિકા ટેસ્ટ ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડેન માર્કરામ, રાયન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, ડેવોલ્ડ બ્રેવિસ, ઝુબૈર હમઝા, ટોની ડી ઝોર્ઝી, કોર્બીન બોશ, વિઆન મુલ્ડર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, કાગિસો રબાડા, સિમોન હાર્મર.
શેડ્યૂલ
ભારત vs સાઉથ આફ્રિકા, પ્રથમ ટેસ્ટ
તારીખ: 14 થી 18 નવેમ્બર
સ્થળ: ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા
સમય: સવારે 9:30 વાગ્યાથી
ભારત vs સાઉથ આફ્રિકા, બીજી ટેસ્ટ
તારીખ: 22 નવેમ્બરથી 26 નવેમ્બર
સ્થળ: આસામ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ગુવાહાટી
સમય: સવારે 9:30 વાગ્યાથી




















