Strict measures for semi-finals and finals: ઇન્દોરમાં બે ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીઓ સાથે થયેલી છેડતી પછી, નવી મુંબઈમાં પોલીસ એલર્ટ પર છે, જ્યાં બે હાઇ-પ્રોફાઇલ મેચ રમાશે. ભારત vs ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ નવી મુંબઈમાં Dr Dy Patil Sports Academy ખાતે યોજાશે, અને ટુર્નામેન્ટની ફાઇનલ પણ તે જ મેદાન પર યોજાશે.
ઓસ્ટ્રેલિયન ટીમની છેડતી કરનાર અકીલ ખાન 2 દિવસના રિમાન્ડ પર
2025 મહિલા વર્લ્ડ કપ માટેના સ્થળોમાંનું એક ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ હતું. શહેરમાં ઓસ્ટ્રેલિયન ટીમ જે હોટેલમાં રોકાઈ હતી તેની નજીકમાં એક કાફે હતું. કેટલીક મહિલા ખેલાડીઓ ત્યાં ગઈ હતી, જ્યાં અકીલ ખાન નામના એક વ્યક્તિએ બે મહિલા ખેલાડીઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજરે ફરિયાદ કરી હતી, જેના પગલે ભારતીય દંડ સંહિતાની કલમ 74 અને 78 હેઠળ FIR નોંધવામાં આવી હતી. ફરિયાદ મળ્યા પછી ઇન્દોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 5 કલાકમાં અકીલ ખાનની ધરપકડ કરી. તે હવે MIG પોલીસ સ્ટેશનમાં બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ અકીલના ઇતિહાસની તપાસ કરી રહી છે કે શું તેની પહેલાં કોઈ આરોપસર ધરપકડ કરવામાં આવી છે કે નહીં.
નવી મુંબઈમાં કડક સુરક્ષાની વ્યવસ્થા
મહારાષ્ટ્ર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સુરક્ષા વ્યવસ્થાપન વિશે મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે,"18 ઓક્ટોબરથી, જ્યારે ટીમો અહીં પ્રેક્ટિસ કરી રહી છે, ત્યારે અમે ટીમ હોટલની નજીક સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે. આ ઉપરાંત, અમે ટીમને હોટલથી સ્ટેડિયમ આવતા સમયે અથવા સ્ટેડિયમથી હોટેલ જતા સમયે escort પણ આપી રહ્યા છીએ."
75 અધિકારીઓ અને બાકીના પોલીસ કોન્સ્ટેબલ
તેમણે વધુમાં કહ્યું,"અહીં સ્ટેડિયમમાં, અમે લગભગ 600 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા છે. તેમાં 75 અધિકારીઓનો સમાવેશ થાય છે અને બાકીના પોલીસ કોન્સ્ટેબલ છે. આ ઉપરાંત, જો ખેલાડીઓ ક્યાંક બહાર જવા માંગતા હોય, તો અમે તેમને ત્યાં પણ સુરક્ષા પૂરી પાડીશું."
પોલીસને જાણ કર્યા વગર બહાર ન જવું
અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેલાડીઓએ પોલીસને જાણ કર્યા વગર બહાર ન જવું જોઈએ. તેમણે કહ્યું,"અમે શરૂઆતથી જ સતર્ક હતા, પરંતુ ક્યારેક ખેલાડીઓ પોલીસને જાણ કર્યા વિના બહાર જાય છે. આનાથી સમસ્યાઓ ઊભી થાય છે. જો તેઓ પોલીસને અગાઉથી જાણ કરશે, તો અમે તેમને ત્યાં પણ સુરક્ષા પૂરી પાડીશું."
ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચો
2025 મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 30 ઓક્ટોબરે Dr Dy Patil સ્ટેડિયમ ખાતે રમાશે. ફાઇનલ મેચ બીજી સેમિફાઇનલના વિજેતા અને પ્રથમ સેમિફાઇનલના વિજેતા વચ્ચેની મેચ પણ 2 નવેમ્બરે Dr Dy Patil સ્ટેડિયમ ખાતે રમાશે.




















