Ashes Test 2025: એશિઝ સીરિઝ હંમેશા ક્રિકેટની સૌથી રોમાંચક અને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક રહી છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ સીરિઝ માત્ર ગૌરવનું પ્રતીક જ નથી પણ બંને ટીમોના ક્રિકેટ ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ પણ છે. જોકે, એશિઝ શરૂ થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયન ટીમની સમસ્યાઓ ખૂબ વધી રહી છે.
પીઠની ઈજા એક મોટી ચિંતાનો વિષય બની ગઈ છે
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. પેટ કમિન્સ કમરના નીચેના ભાગમાં દુખાવો અનુભવી રહ્યો છે. આ જ કારણ છે કે, તે ભારત સામેની હાલની ત્રણ મેચની ODI સીરિઝમાંથી બહાર હતા. હવે, તેમની ઈજામાં કોઈ સુધારો ન થતાં, ટીમ મેનેજમેન્ટે તેમને ઇંગ્લેન્ડ સામેની એશિઝ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાંથી આરામ આપવાનો નિર્ણય લીધો છે. સીરિઝની પ્રથમ મેચ 21 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાશે. પેટ કમિન્સ ટીમનો મુખ્ય બોલર અને કેપ્ટન બંને છે, તેથી તેની ગેરહાજરી ઓસ્ટ્રેલિયા માટે મોટા ઝટકા સમાન માનવામાં આવે છે.
સ્ટીવ સ્મિથ કેપ્ટનસી કરશે
પેટ કમિન્સની ગેરહાજરીમાં, પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે. સ્મિથને અનુભવી ખેલાડી હોવાથી તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સ્મિથએ અત્યાર સુધીમાં 40 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું છે, જેમાં 23 જીત, 10 હાર અને 7 મેચ ડ્રો રહી છે. તેમના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને પર્થમાં પણ આવી જ અપેક્ષા રાખવામાં આવે છે.
કમિન્સની જગ્યા કોણ લેશે?
પેટ કમિન્સની લાઇનઅપમાંથી બહાર હોવાથી, ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં સૌથી મોટો પ્રશ્ન ત્રીજા ફાસ્ટ બોલરને લઈને છે. સ્કોટ બોલેન્ડને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. બોલેન્ડે 14 ટેસ્ટમાં 62 વિકેટ લીધી છે અને તે તેની સચોટ લાઇન-લેન્થ બોલિંગ માટે જાણીતો છે. તે જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક સાથે બોલિંગ કરતા જોવા મળી શકે છે.
પેટ કમિન્સ બીજી ટેસ્ટ પર નજર રાખે છે
બીજી એશિઝ ટેસ્ટ 4 નવેમ્બરથી શરૂ થશે અને પેટ કમિન્સ હવે આ મેચ પહેલા ફિટ થવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.




















