Chris Broad Makes Stunning Claim: ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે આવતીકાલે (28 ઓક્ટોબર, 2025) 5 મેચની T20I સીરિઝ શરૂ થઈ રહી છે. આ સીરિઝ શરૂ થાય તે પહેલાં, ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પૂર્વ મેચ રેફરી Chris Broad એ એક આશ્ચર્યજનક નિવેદન આપીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે ભારતીય ટીમ તેમજ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
Chris Broad એ ભારત સામે 'નમ્ર' રહેવા
પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર Stuart Broad ના પિતા Chris Broad કહે છે કે, જ્યારે તેઓ મેચ રેફરી હતા. તે દરમિયાન તેમને એક ફોન આવ્યો. જેમાં તેમને ભારત સામે 'નમ્ર' રહેવા અને સ્લો ઓવર રેટના દંડથી બચાવવા માટે કહેવામાં આવ્યું હતું.
કઈ મેચ હતી?
જોકે, 68 વર્ષીય પૂર્વ મેચ રેફરીએ આ વાતનો ખુલાસો કર્યો ન હતો કે તેમને કોણે ફોન કર્યો હતો. એટલું જ નહીં, તેમને યાદ પણ નથી કે, તે કઈ મેચ હતી અને ભારતીય ટીમ કઈ ટીમનો સામનો કરી રહી હતી. Chris Broad એ કહ્યું, "મેચના અંતે ભારતીય ટીમ 3-4 ઓવર પાછળ હતી. તેથી, તેમના પર દંડ ફટકારવામાં આવી શક્તો હતો. પણ તે દરમિયાન મને ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે આરામ કરો, થોડો સમય લો કારણ કે આ ભારત છે." Chris Broad એ વધુમાં કહ્યું, 'પરિણામે, અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટ નિર્ધારિત સમય મર્યાદાથી નીચે લાવવો પડ્યો.'
કોણે ફોન કર્યો?
Chris Broad એ કહ્યું, "આગલી મેચમાં પણ કંઈક આવું જ બન્યું. તે સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ મારી વાત સાંભળી નહીં. ત્યારપછી મેં ફોન કરીને પૂછ્યું કે હવે તમે શું કરવા માંગો છો? ત્યાંથી મને જવાબ મળ્યો, 'બસ તેમની સાથે જ કરો.'
મેચ રેફરી તરીકે Chris Broad ની કારકિર્દી
મેચ રેફરી તરીકે, Chris Broad કુલ 123 ટેસ્ટ, 361 વનડે અને 138 T20I મેચોમાં અમ્પાયરિંગ કરી હતી. તેઓ ગયા વર્ષે ફેબ્રુઆરી 2024 માં આ પદ પરથી નિવૃત્ત થયા હતા.




















