logo-img
Ind W Vs Aus W What Are The Chances Of India Reaching The World Cup Final

IND-W vs AUS-W; ભારતની વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની શક્યતા કેટલી? : ઓસ્ટ્રેલિયા સામેના હેડ-ટુ-હેડ આંકડા આશ્ચર્યજનક!

IND-W vs AUS-W; ભારતની વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની શક્યતા કેટલી?
Published by: Offbeat Team
| Last Updated: Oct 28, 2025, 12:33 PM IST

IND-W vs AUS-W Semi-Final: મહિલા વર્લ્ડ કપના સૌથી વધુ ટાઇટલ જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયા છે. મહિલા વર્લ્ડ કપ 2025 ની સેમી-ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ 30 ઓક્ટોબરે Dr. DY Patil Sports Academy, Navi Mumbai ખાતે રમાશે. 2025 મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌપ્રથમ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમ હતી, જ્યારે ટીમ ઇન્ડિયા ઘણા પ્રયાસો પછી ત્યાં પહોંચી હતી. હેડ-ટુ-હેડ આંકડાઓ પર નજર કરીએ તો, Alyssa Healy અને તેની ટીમ વધુ મજબૂત છે.

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન ટીમનું નોકઆઉટમાં પ્રદર્શન

જ્યારે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ગ્રુપ સ્ટેજમાં સામસામે હતી, ત્યારે Alyssa Healy પ્લેયર ઓફ ધ મેચ રહી હતી, તેણે 107 બોલમાં 142 રન બનાવ્યા હતા. એક તરફ ઓસ્ટ્રેલિયા છે, જે મોટા મંચ પર તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતું છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયા છે, જે આવી મોટી મેચોમાં સારું પ્રદર્શન કરવામાં ફેલ થાય છે. પરંતુ આશા છે કે, આ વખતે એવું નહીં થાય, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવશે.

ઓસ્ટ્રેલિયા 9 વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ નવ વખત ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે અને સાત વખત ચેમ્પિયન બન્યા છે, જ્યારે ફક્ત બે વાર ફાઇનલમાં હાર્યા છે. નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન ખૂબ શાનદાર છે, પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયાના ઘરઆંગણે વર્લ્ડ કપ છે, તો જો ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરે તો, ઈન્ડિયા ફાઇનલમાં પ્રવેશી શકે છે.

ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને એક વાર હરાવ્યું છે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બે વાર ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. ભારતે પહેલી વાર 2005 માં ન્યુઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલ જીતી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ભારતનો બીજો સેમિફાઇનલ વિજય 2017 માં થયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. હરમનપ્રીત કૌરે તે મેચમાં નોટઆઉટ 171 રન બનાવ્યા હતા અને દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. બંને ખેલાડીઓ આ સેમિફાઇનલમાં પણ રમશે.

મહિલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ (ODI)

  • કુલ મેચ: 60

  • ઓસ્ટ્રેલિયા જીત્યું: 49

  • ભારત જીત્યું: 11

ભારતીય ટીમઃ હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, પ્રતિકા રાવલ, શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, અમનજોત કૌર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા ચેત્રી (વિકેટ કીપર), અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌર, રાધા યાદવ, રેણુકા સિંહ, નલ્લાપુરેદ્દી ચરાણી.

ઓસ્ટ્રેલિયન ટીમ: એલિસ પેરી, જ્યોર્જિયા વોલ, ફોબી લિચફિલ્ડ, એનાબેલ સધરલેન્ડ, એશ ગાર્ડનર, જ્યોર્જિયા વેરહામ, હીથર ગ્રેહામ, તાહલિયા મેકગ્રા, એલિસા હીલી (કેપ્ટન, વિકેટકીપર), બેથ મૂની (વિકેટકીપર), અલાના કિંગ, ડાર્સી બ્રાઉન, કિમ ગાર્થ, મેગન સ્કટ, સોફી મોલિનેક્સ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now