Indian Player Career Best Rating In ICC Rankings: મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ભારતમાં ચાલી રહ્યો છે અને આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના દમદાર પર્ફોર્મન્સને કારણે, ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના ICC ODI રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે. ન્યુઝીલેન્ડ સામે સ્મૃતિની સેંચુરીએ આ ખેલાડીને તેના ક્રિકેટ કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ આપવી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની ખેલાડી Ashleigh Gardner ને ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. Ashleigh Gardner નવી ODI રેન્કિંગમાં 8 નંબરથી 2 નંબર પર પહોંચી ગઈ છે.
ICC રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાનો જાદુ
ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગની ટોચની 10 યાદીમાં ફક્ત એક જ ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે, અને તે છે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના ઘણા સમયથી આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. નવી ICC રેન્કિંગમાં, સ્મૃતિ મંધાના 828 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. સ્મૃતિ મંધાનાએ વર્લ્ડ કપ લીગ સ્ટેજની છેલ્લી બે મેચમાં શાનદાર સ્કોર કર્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં, મંધાનાએ 109 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ સામેની મેચમાં, સ્મૃતિ 34 રન બનાવી નોટઆઉટ રહી હતી.
ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાનો ફાયદો
ઓસ્ટ્રેલિયાની ખેલાડી Ashleigh Gardner 731 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. Ashleigh Gardner ને નવી ICC રેન્કિંગમાં લગભગ 100 રેટિંગ પોઈન્ટનો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં એક સેંચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની કેપ્ટન Laura Wolvaardt એ પણ ICC ODI રેન્કિંગમાં ટોપના ત્રણમાં પ્રવેશ કર્યો છે. Laura Wolvaardt ને નવી રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે. સાઉથ આફ્રિકાની કેપ્ટન 716 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.




















