Probability of the first T20I match between IND and AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20I સીરિઝ આવતીકાલે, 29 ઓક્ટોબરથી શરૂ થશે. પહેલી મેચ કેનબેરામાં રમાશે અને તેનું લાઈવ પ્રસારણ ભારતીય સમય અનુસાર, બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. આ સીરિઝ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર 2026 T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ રહેશે. આ T20I સીરિઝ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ચાલશે. કેનબેરામાં પ્રથમ T20 મેચ શરૂ થાય તે પહેલાં, ભારતીય સંભવિત પ્લેઇંગ ઇલેવન, પિચની સ્થિતિ અને હવામાન કેવું રહેશે, તેના વિશે જાણો.
આ પિચ કોને પસંદ આવશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20I મેચ કેનબેરામાં રમાશે. કેનબેરાની પિચ સામાન્ય રીતે ધીમી હોય છે, જેના કારણે રન બનાવવા મુશ્કેલ બને છે. જોકે, એકવાર બેટ્સમેન સેટ થઈ જાય પછી તેના માટે શોટ મારવાનું સરળ બની જાય છે. અહીં T20I મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો એવરેજ સ્કોર ફક્ત 144 રન છે. ચેસ કરવું પણ કઈ સરળ નથી. શક્ય છે કે, ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લે.
હવામાન પરિસ્થિતિ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I દરમિયાન ભારે વરસાદની અપેક્ષા નથી, પરંતુ ઝરમર વરસાદની અપેક્ષા છે. મેચ દરમિયાન તાપમાન ઠંડુ રહેવાની અને આકાશ વાદળછાયું રહેવાની અપેક્ષા છે. પરિણામે, બોલરો માટે પીચ વધુ અનુકૂળ હોવાની સંભાવના છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 32 T20I મેચ રમાઈ છે, જેમાંથી ભારત 20 વખત જીત્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ફક્ત 11 વખત જીત્યું છે. અને એક મેચનું પરિણામ આવ્યું નથી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, તનવીર સંઘા.




















