Vaibhav Suryavanshi And Vedant Trivedi Scored Centuries: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બ્રિસ્બેનમાં રમાઈ રહેલી પહેલી યુથ ટેસ્ટ (AUS-19 vs IND-19 પહેલી યુથ ટેસ્ટ) માં ઓસ્ટ્રેલિયા-A સામે ધમાકેદાર સેંચુરી ફટકારી. 1 ઓક્ટોબરના રોજ ટેસ્ટના બીજા દિવસે વૈભવે માત્ર 78 બોલમાં સેંચુરી પૂર્ણ કરી. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે ફક્ત છગ્ગા અને ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આ વૈભવનો પ્રથમ શતક છે. તેણે અગાઉ ઇંગ્લેન્ડમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા હતા.
ઈન્ડિયા-19 નું પ્રદર્શન
30 સપ્ટેમ્બરથી શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં, ઓસ્ટ્રેલિયા-19 ની ટીમ પ્રથમ ઇનિંગમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી Steven Hogan એ સૌથી વધુ 92 રન બનાવ્યા હતા. ભારત તરફથી Deepesh Devendran એ પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. Kishan Kumar એ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે Anmoljeet Singh અને Khilan Patel એ એક-એક વિકેટ લીધી હતી.
વૈભવ સૂર્યવંશી અને વેદાંત ત્રિવેદીની બેટિંગ પર્ફોર્મન્સ
Vedant Trivedi અને Vaibhav Suryavanshi એ સાથે સેંચુરી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ 113 રનની ઇનિંગમાં 8 છગ્ગા (48 રન) અને 9 ચોગ્ગા (36 રન) ફટકાર્યા, જે ફક્ત 86 બોલમાં હતી. વૈભવ સૂર્યવંશીએ 78 બોલમાં તેની સેંચુરી પૂર્ણ કરી. જેમા તેનો સ્ટ્રાઇક રેટ 131.40 નો હતો. વેદાંત ત્રિવેદીએ 192 બૉલમાં 140 રનની ઇનિંગ રમી હતી, જેમા 19 ચોગ્ગાઓ અને સ્ટ્રાઈક રેટ 72.92 નો હતો.
અન્ય ખેલાડીઓનું બેટિંગ પ્રદર્શન
વૈભવ સૂર્યવંશી અને વેદાંત ત્રિવેદીના શતકો અને Rahul Kumar ના 23, Abhigyan Kundu ના 26, Khilan Patel ના 49 રન અને કેપ્ટન આયુશ મ્હાત્રેના 21 રનની મદદથી ભારતીય ટીમનો સ્કોર 428 પર ઓલઆઉટ થઈ. ત્યાર પછી Day-2 ના સ્ટમ્પ્સ સુધીની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા-19 ટીમે 8 રનમાં 1 વિકેટ ગુમાવી દીધી છે.
ઈન્ડિયા-19 ની ODI સીરિઝમાં વૈભવ સૂર્યવંશીનું પર્ફોર્મન્સ
આ પહેલા, ઈન્ડિયા-19 ટીમે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા-19 સામે ત્રણ ODI મેચો રમી હતી. બીજી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 68 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તેણે ત્રણ ODI મેચમાં કુલ 124 રન બનાવ્યા હતા.