Women's ODI World Cup 2025: એશિયા કપમાં, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મેળવ્યો ન હતો, અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન આવું જ કર્યું હતું. છેલ્લા ત્રણ રવિવારે ભારત vs પાકિસ્તાન મેચ થઈ હતી, અને આવતા રવિવારે, ભારત અને પાકિસ્તાન ફરી એકબીજાનો સામનો કરશે. પરંતુ આ મહિલા ક્રિકેટ હશે, પુરુષોનું ક્રિકેટ નહીં, અને તે ICC ની ટુર્નામેન્ટ (મહિલા ODI વર્લ્ડ કપ 2025) હશે, ACC ટુર્નામેન્ટ નહીં. તો, શું હરમનપ્રીત કૌર પણ આવું જ કંઈક કરશે?
BCCI ના એક અધિકારીના જણાવ્યા અનુસાર
મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, BCCI ભારતીય મહિલા ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાથી બચવા માટે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. જોકે, BCCI ના એક અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે, "આ એક ICC ટુર્નામેન્ટ (મહિલા ODI વર્લ્ડ કપ 2025) છે, તેથી ટીમને પ્રોટોકોલનું પાલન કરવું પડી શકે છે."
હરમનપ્રીત કૌર અને ફાતિમા સના પર બધાની નજરએશિયા કપ 2025 ની ફાઇનલમાં પણ આવું જ બન્યું. ભારતીય ટીમે ન તો પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા કે ન તો મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી. ત્યારબાદ નકવીએ ટીમ ઇન્ડિયાને ટ્રોફી સોંપવાને બદલે તેને બહાર મોકલી દીધી, જેના કારણે ઘણા વિવાદો થયા છે. હવે બધાની નજર હરમનપ્રીત કૌર અને ફાતિમા સના પર છે, જ્યાં ભારતીય મહિલાઓ vs પાકિસ્તાની મહિલાઓ 5 ઓક્ટોબરે કોલંબોમાં મેચ રમશે.
ક્રિકેટ જગતમાં ચાલી રહેલ ચર્ચા
પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલે કહ્યું,"આપણે ટીમને પાછી બોલાવવી જોઈએ. આપણે તેમની સાથે ક્રિકેટ ન રમવું જોઈએ, આપણે નિર્ણય લેવો પડશે."
પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર શોભા પંડિતે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ સાથે વાતચીતમાં પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટરોએ કહ્યું કે, નિર્ણય હરમનપ્રીત કૌરનો રહેશે. 1978 ના ODI વર્લ્ડ કપમાં રમનાર શોભા પંડિતે કહ્યું,"સંઘર્ષની પરિસ્થિતિ અને વાસ્તવિકતા, રમતમાં પ્રવેશેલા રાજકારણ સાથે, રમત અને ખેલાડીઓ પર પણ તણાવ લાવશે. પરંતુ હું ટીમ ઈન્ડિયા અને હરમનપ્રીતને સમર્થન આપીશ, પછી ભલે તેઓ હાથ મિલાવે, ગળે લગાવે કે વાત પણ ન કરે." તેમણે વધુમાં કહ્યું, "પાકિસ્તાનની ટીમ પણ માણસ છે, તેઓ પણ એ જ રમત રમે છે જે આપણે રમીએ છીએ, તેથી સંયમ અને આદર જાળવી રાખો."
પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર સંધ્યા અગ્રવાલે શું કહ્યું?
ભારતીય મહિલા ટીમ માટે 13 ટેસ્ટ અને 21 વનડે રમનાર સંધ્યા અગ્રવાલ ઈચ્છે છે કે, હરમનપ્રીત કૌર પણ સૂર્યકુમારની જેમ જ કરે. તેમણે કહ્યું, "એવી જ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. હરમનપ્રીતે પણ સૂર્યકુમારે પાકિસ્તાન સાથે જે કર્યું તે જ કરવું જોઈએ, પરંતુ હું નથી ઇચ્છતી કે તેનાથી વધારાનું દબાણ આવે."
હરમનપ્રીત કૌરે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?વર્લ્ડ કપના કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે હરમનપ્રીતે આ વિશે પૂછ્યું ત્યારે કહ્યું,"આપણે ફક્ત એક જ વસ્તુને નિયંત્રિત કરી શકીએ છીએ અને તે છે ક્રિકેટ રમવું, અમે બીજી કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યા નથી. પરંતુ મારો અન્ય વસ્તુઓ પર કોઈ નિયંત્રણ નથી અને હું તેના વિશે વિચારી પણ રહી નથી. અમે ડ્રેસિંગ રૂમમાં આ બાબતોની ચર્ચા કરતા નથી, અમે અહીં ફક્ત ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ."
ક્રિકેટમાં ખેલાડીઓએ સાથે હાથ મિલાવવા અંગે કોઈ નિયમો છે?
એવો કોઈ સ્પષ્ટ નિયમ નથી કે, જેમાં ખેલાડીએ બીજી ટીમના ખેલાડી સાથે હાથ મિલાવવાની જરૂર હોય, પરંતુ રમતની ભાવના મુજબ, તે લગભગ બધી મેચોમાં હાથ મિલાવતા હોય છે. પહેલગામ હુમલા બાદ, ભારતીય ટીમના કેપ્ટન અને ખેલાડીઓએ ગુસ્સામાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, ભલે તે ACC ટુર્નામેન્ટ હતી અને વર્લ્ડ કપ ICC ટુર્નામેન્ટ છે. આ કારણે, ICC એ તે બાબતે વધુ કાર્યવાહી કરી ન હતી, પરંતુ જો આવી કોઈ ઘટના ICC ઇવેન્ટમાં બને તો ICC પ્રોટોકોલ અમલમાં આવશે.