દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની ટી20 ફાઇનલમાં ભારતીય ટીમના સ્પિનરોએ પાકિસ્તાનને કાબૂમાં લઈ લીધું. કેપ્ટન સુર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાની ઓપનરો સારું પ્રદર્શન કર્યાં, પરંતુ ત્યારબાદ ભારતીય સ્પિન ત્રિપુટીએ કમાલ કરી નાખી. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ મળીને 8 વિકેટ ઝડપી લીધી અને પાકિસ્તાનની ટીમ માત્ર 146 રનમાં ઢળી ગઈ.
કુલદીપ યાદવનું ઐતિહાસિક પરોર્મન્સ
કુલદીપ યાદવે પોતાના 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી. તેણે સેમ અયુબ, સલમાન અલી આઘા, શાહીન આફ્રિદી અને ફહીમ અશરફને પેવેલિયન મોકલ્યા. આ સાથે કુલદીપ એશિયા કપના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની ગયો છે.
હવે તેના નામે કુલ 35 વિકેટ છે, જ્યારે લસિથ મલિંગાના નામે 32 વિકેટ હતી. આ રીતે કુલદીપે મલિંગાનો રેકોર્ડ તોડી નાખ્યો.
અક્ષર અને વરુણનું યોગદાન
કુલદીપ સિવાય વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી. અક્ષર પટેલે પણ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી.
કુલદીપનો એશિયા કપ સફર
વનડેમાં 11 મેચ, 10 ઇનિંગ્સમાં 19 વિકેટ
ટી20માં 7 મેચ, 7 ઇનિંગ્સમાં 17 વિકેટ
કુલદીપ હવે એશિયા કપના સૌથી સફળ બોલર બની ગયા છે, જ્યારે અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ પણ ફાઇનલમાં મહત્વનું યોગદાન આપ્યું.