India–Pakistan Final cricket rivalry: એશિયા કપના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. એશિયા કપ 1984 માં શરૂ થયો હતો. આ એશિયા કપ ટુર્નામેન્ટની 17મી સિઝન છે. એશિયા કપ 2016 માં પહેલી વાર T20 ફોર્મેટમાં અને 2022 માં બીજી વાર રમાયો હતો. વર્તમાન સીઝન T20 ફોર્મેટમાં ત્રીજી વાર છે. આ વખતે, પહેલી વાર, ભારત અને પાકિસ્તાન મેદાન પર એશિયા કપની ફાઇનલ રમશે. જાણો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ કોઈ ટુર્નામેન્ટની ફાઇનલ રમાઈ છે ત્યારે કઈ ટીમે જીત મેળવી છે.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ
1985 માં, ભારત અને પાકિસ્તાન પહેલીવાર કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા. ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી હરાવીને બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ જીતી હતી. ત્યારબાદ 1986 અને 1994 માં પાકિસ્તાને ઓસ્ટ્રલ-એશિયા કપ ફાઇનલમાં પ્રભુત્વ મેળવ્યું હતું. 1986 માં, પાકિસ્તાને ફાઇનલ 1 વિકેટથી જીતી હતી અને 1994 માં, તેમણે ભારતને 39 રનથી હરાવ્યું હતું.
વર્ષ | ટુર્નામેન્ટ | વેન્યુ | પરિણામ |
---|---|---|---|
1985 | વિશ્વ ચેમ્પિયનશિપ્સ | મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ | ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું |
1986 | ઓસ્ટ્રેલિયન-એશિયા કપ | શારજાહ | પાકિસ્તાને ભારતને 1 વિકેટથી હરાવ્યું |
1994 | ઓસ્ટ્રેલિયન-એશિયા કપ | શારજાહ | પાકિસ્તાને ભારતને 39 રને હરાવ્યું |
2007 | T20 વર્લ્ડ કપ | જોહાનિસબર્ગ | ભારતે પાકિસ્તાનને 5 રને હરાવ્યું |
2017 | ચેમ્પિયન્સ ટ્રોફી | ધ ઓવલ | પાકિસ્તાને ભારતને 180 રને હરાવ્યું |
2007 ના T20 વર્લ્ડ કપમાં ભારતનો વિજય
2007 ના T20 વર્લ્ડ કપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. કુલ મળીને, ભારત અને પાકિસ્તાન કુલ 12 ફાઇનલ રમ્યા છે, જેમાં પાકિસ્તાન 8 વખત અને ભારત 4 વખત જીત્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો રેકોર્ડ શું રહ્યો છે?
વર્ષ | ટુર્નામેન્ટ | વિજેતા | વેન્યુ | તારીખ |
---|---|---|---|---|
1985 | વિશ્વ ચેમ્પિયનશિપ | ભારત 8 વિકેટથી જીત્યું | મેલબોર્ન | 10 માર્ચ, 1985 |
1986 | ઓસ્ટ્રેલિયન-એશિયા કપ | પાકિસ્તાન ૧ વિકેટથી જીત્યું | શારજાહ | 18 એપ્રિલ, 1986 |
1991 | વિલ્સ ટ્રોફી | પાકિસ્તાન 72 રનથી જીત્યું | શારજાહ | 25 ઓક્ટોબર, 1991 |
1994 | ઓસ્ટ્રેલિયન-એશિયા કપ | પાકિસ્તાન 39 રનથી જીત્યું | શારજાહ | 22 એપ્રિલ, 1994 |
1998 | સિલ્વર જ્યુબિલી કપ (પહેલી ફાઇનલ) | ભારત 8 વિકેટથી જીત્યું | ઢાકા | 14 જાન્યુઆરી, 1998 |
1998 | સિલ્વર જ્યુબિલી કપ (બીજી ફાઇનલ) | પાકિસ્તાન 6 વિકેટથી જીત્યું | ઢાકા | 16 જાન્યુઆરી, 1998 |
1998 | સિલ્વર જ્યુબિલી કપ (ત્રીજી ફાઇનલ) | ભારત 3 વિકેટથી જીત્યું | ઢાકા | 18 જાન્યુઆરી, 1998 |
1999 | પેપ્સી કપ | પાકિસ્તાન 123 રનથી જીત્યું | બેંગલુરુ | 4 એપ્રિલ, 1999 |
1999 | કોકા-કોલા કપ | પાકિસ્તાન 8 વિકેટથી જીત્યું | શારજાહ | 16 એપ્રિલ, 1999 |
2007 | ICC વર્લ્ડ કપ T20 | ભારત 5 રનથી જીત્યું | જોહાનિસબર્ગ | 24 સપ્ટેમ્બર, 2007 |
2008 | કિટપ્લાય કપ | પાકિસ્તાન 25 રનથી જીત્યું | ઢાકા | 14 જૂન, 2008 |
2017 | ICC ચેમ્પિયન્સ ટ્રોફી | પાકિસ્તાન 158 રનથી જીત્યું | લંડન | 18 જૂન, 2017 |