Asia Cup Super-4 IND vs SL Super Over: શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ રમાયેલી એશિયા કપ 2025 માં ભારત અને શ્રીલંકા વચ્ચેની સુપર ફોર મેચ ટાઇમાં સમાપ્ત થઈ. ત્યારબાદ બંને ટીમોની વચ્ચે સુપર ઓવર થઈ. જ્યાં ભારતીય ટીમે જીત હાંસલ કરી. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવ્યા, જેના કારણે ભારતીય ટીમ માટે કાર્ય સરળ બન્યું. હવે ભારત 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે.
સુપર ઓવર ડ્રામા!ભારત-શ્રીલંકા મેચમાં સુપર ઓવર દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ જોવા મળી, સુપર ઓવરમાં શ્રીલંકા તરફથી Dasun Shanaka બેટિંગ કરવા આવ્યો. ઓવરના ચોથા કાયદેસર બોલ પર અર્શદીપ સિંહે યોર્કર ફેંક્યો, અને Shanaka સામે ભારતીય ખેલાડીઓએ કેચ પકડ્યાની અપીલ કરી, ત્યારબાદ અમ્પાયરે આંગળી ઉંચી કરી. આઉટ આપવામાં આવ્યો હોવા છતાં, Shanaka રન માટે દોડ્યો, પરંતુ બોલ પહેલાથી જ સંજુ સેમસનના ગ્લોવ્સમાં હતો. સેમસને સ્ટમ્પ પર ફેંકી દીધો અને Shanaka ને આઉટ કર્યો. સુપર ઓવરમાં શ્રીલંકાની ઇનિંગ પૂરી થઈ ગઈ હોય તેવું લાગતું હતું, પરંતુ એવું નહોતું. જ્યારે Dasun Shanaka ને ખબર પડી કે, અમ્પાયરે તેને કેચ આઉટ આપ્યો છે, ત્યારે તેણે રિવ્યુ લેવાનું નક્કી કર્યું. અલ્ટ્રાએજે બતાવ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, અને Shanaka ક્રીઝ પર પાછો ફર્યો. મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના કાયદા 20.1.1.3 મુજબ, બેટ્સમેનને આઉટ આપતાની સાથે જ બોલ ડેડ થઈ જાય છે. તેથી, સંજુ સેમસનનો રન આઉટ અમાન્ય હતો કારણ કે, અમ્પાયરે પહેલેથી જ આઉટ આપી દીધો હતો.
સનથ જયસૂર્યાએ નિયમો પર સવાલ ઉઠાવ્યાહવે, શ્રીલંકાના હેડ કોચ સનથ જયસૂર્યાએ સુપર ઓવર વિવાદ બાદ નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. જયસૂર્યાએ કહ્યું કે, આ નિયમો વિવાદનું કારણ છે. જયસૂર્યા માને છે કે, નિયમોમાં વધુ સુધારાની જરૂર છે. મેચ પછી સનથ જયસૂર્યાએ કહ્યું, "નિયમો અનુસાર, ફક્ત પહેલો નિર્ણય જ માન્ય રહે છે. જ્યારે શનાકાને આઉટ આપવામાં આવ્યો, ત્યારે બોલ ડેડ બોલ બની ગયો. બાદમાં, જ્યારે રિવ્યુ પર નિર્ણય ઉલટાવી દેવામાં આવ્યો, ત્યારે તે નિર્ણય ગણાયો. પરંતુ મને લાગે છે કે, આવી પરિસ્થિતિઓ ટાળવા માટે નિયમોમાં સુધારો કરવાની જરૂર છે."
પથુમ નિસાન્કા ઈજાગ્રસ્ત?શ્રીલંકાના સેન્ચ્યુરીયન, પથુમ નિસાન્કા, સુપર ઓવરમાં બેટિંગ કરવા માટે ઉતર્યા ન હતા, જેના કારણે ઘણી ચર્ચા થઈ હતી. સનથ જયસૂર્યાએ સમજાવ્યું કે નિસાન્કાને પાછલી બે મેચોમાં હેમસ્ટ્રિંગની ઇજાથી પીડાતો હતો, જેના કારણે તે અસ્વસ્થતા અનુભવતો હતો. જયસૂર્યાના મતે, તેથી ટીમે જોખમ લેવાનું ટાળ્યું અને તેના બદલે લેફટ-રાઇટની જોડીનો પ્રયાસ કર્યો.