Indian Team's Problems: દુબઈમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને યુવા બેટ્સમેન તિલક વર્મા ઈજાગ્રસ્ત હોવાનો સંકેત છે, જેના કારણે તેમનું રમવું શંકાસ્પદ બની ગયું છે. આ ઉપરાંત, ઓપનર અભિષેક શર્માને પણ હેમસ્ટ્રિંગમાં ખેંચાણની સમસ્યા થઈ હતી, પરંતુ હવે તે ફિટ છે.
હાર્દિક પંડયા અને તિલક વર્મા ઈજાથી મુશ્કેલીમાં?ભારત-શ્રીલંકાની સુપર-4 મુકાબલામાં હાર્દિકે શરૂઆતમાં કુસલ મેન્ડિસની વિકેટ મેળવીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યારબાદ માત્ર એક જ ઓવર ફેંકી મેદાન છોડવું પડ્યું હતું. હરડીલ પંડયા ની જગ્યાએ રિંકુ સિંહ ફિલ્ડિંગ કરવા આવ્યો હતો, અને હાર્દિક આખી મેચમાં પરત ફર્યો નહીં, જેના કારણે ભારતીય ફેન્સની ચિંતા વધી છે. તિલક વર્મા મેચની 18મી ઓવરમાં અક્ષર પટેલની બોલિંગમાં સિક્સર અટકાવવાનો પ્રયાસ કરતાં તિલક વર્માને પગમાં ઈજા થઈ હતી. તે પછી ચાલવામાં મુશ્કેલી અનુભવતા મેદાનની બહાર ગયો અને તેની જગ્યાએ શિવમ દુબે ફિલ્ડિંગ કરવા આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની સ્ટ્રેટેજી – કોઈ પ્રેક્ટિસ નહીં
ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ફાઈનલ પહેલા કોઈ ટ્રેનિંગ સેશન યોજાશે નહીં. ખેલાડીઓને ફિટ અને ફ્રેશ રાખવા માટે માત્ર રિકવરી સેશન જ થશે. બરફના બોક્સ, પૂલ એક્સરસાઈઝ, મસાજ અને પૂરતી ઊંઘથી ટીમને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવામાં આવશે. મોર્કેલે કહ્યું કે, શ્રીલંકા સામેની રોમાંચક સુપર ઓવર જીત ફાઈનલ માટે યોગ્ય તૈયારી છે. આવી પરિસ્થિતિઓમાં બોલિંગ અને બેટિંગ બંને વિભાગો માટે મોટી શીખ મળે છે.
સુપર ઓવરનો હીરો – અર્શદીપ સિંહશ્રીલંકા સામેની જીતમાં અર્શદીપ સિંહે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી ભારતને જીત અપાવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની પ્રશંસા કરતાં કહ્યું કે, અર્શદીપ છેલ્લા કેટલાય વર્ષોથી ટીમ માટે વિશ્વાસપાત્ર બોલર સાબિત થયો છે. સૂર્યાએ કહ્યું – “મેં અર્શદીપને ફક્ત તેની પ્લાનિંગ પર ટકી રહેવાનું કહ્યું. એ જ તેના આત્મવિશ્વાસનું સાચું બળ છે.”
ફાઈનલની મોટી ટક્કર – ભારત vs પાકિસ્તાન
હવે આખી દુનિયાની નજર રવિવાર પર રહેલી છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ની ફાઇનલ રમાશે. ભારતે ભલે સુપર ઓવરમાં જીત મેળવીને આત્મવિશ્વાસ મેળવ્યો હોય, પરંતુ હાર્દિક અને તિલકની ઈજાને કારણે ટીમના બેલેન્સ પર મોટો પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.